હવામાન વિભાગ દ્વારા આજના દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમાં IMD અમદાવાદે જુનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અત્યંત ભારે વરસાદ થવાની આગાહી કરી છે. જ્યારે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્ર-કચ્છના સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, અમરેલી, મોરબી, દ્વારકા, બોટાદ તથા કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકવાની પણ શક્યતા છે.
આજે રાજ્યભરમાં વરસાદ રહેવાની સંભાવનાઓ છે. હવામાન વિભાગે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. અમદાવાદમાં ગઈ કાલે સાંજે ભારે વરસાદ પડ્યો હતો. ત્યારે આજે પણ પડશે એવી સંભાવનાઓ છે. હવામાન વિભાગે દોઢ વાગ્યા સુધી વરસાદની આગાહી કરી છે, તેમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.
હવામાન વિભાગની નવી ઘાતક આગાહી, 8 રાજ્યોમાં મેઘો રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે, ભારેથી અતિભારે વરસાદની આગાહી
આ સાથે જ વાત કરીએ તો રાજ્યના વિવિઘ ભાગોમાં હળવાથી ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ અને સૌરાષ્ટ્ર-કચ્છના ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ આ પાંચ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.