Rain Forecast in Gujarat : દેશભરમાં અચાનક હવામાનનો (weather) મિજાજ બદલાઈ રહ્યો છે, કેટલાક રાજ્યોમાં અલવિદાની પ્રક્રિયા ચાલુ છે, કેટલીક જગ્યાએ ઠંડીએ દસ્તક દીધી છે, ક્યારેક ગરમી તો ક્યારેક વરસાદ તો ક્યારેક તોફાનનો અનુભવ થઈ રહ્યો છે. હાલ હિમાચલ, દિલ્હી સહિત કેટલાક રાજ્યોમાં ફરી ચોમાસું સક્રિય થયું છે, જેથી હવામાન વિભાગે (Meteorological department) કેટલાક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. આ દરમિયાન ગુજરાતમાં પણ વરસાદની શક્યતા છે.
નવરાત્રિમાં વરસાદની સંભાવના
ચોમાસાએ સત્તાવાર રીતે ગુજરાતમાંથી વિદાઈ લઇ લીધી છે. ચોમાસાની વિદાય છતાં નવરાત્રિમાં વરસાદની શક્યતા હવામાન નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે 17 ઓક્ટોબરથી 19 ઓક્ટોબર વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભારે પવન સાથે વરસાદ અને કરા પડવાની શક્યતા છે. 17 થી 19 ઓક્ટોબર દરમિયાન હિમાચલથી લઈને ગુજરાત સુધીના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની સંભાવના છે.
કેટલાક ભાગોમાં થઈ શકે છે હિમવર્ષા
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે 9 તારીખ સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હિમવર્ષા થઇ શકે છે. 12 ઓક્ટોબરે અરબ સાગરમાં હાઇ પ્રેશર સર્જાશે. 20 ઓક્ટોબર બાદ બંગાળની ખાડીમાં ચક્રવાત આવવાની શક્યતા છે.
14 ઓક્ટોબર સુધી વરસાદની સંભાવના નહીવત :હવામાન વિભાગ
અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર, મનોરમા મોહંતીએ કહ્યું છે કે આ શનિવાર એટલે કે 14 ઓક્ટોબર સુધી વરસાદની કોઈ સંભાવના નથી. હવામાન વિભાગની આ આગાહીથી ક્રિકેટ પ્રેમીઓ ખુશ છે.
નવરાત્રિના પહેલા જ દિવસે આ 3 કલાક રહેશે અતિ અશુભ, જોજો થાપ ન ખાઈ જતાં, જાણો ઘટસ્થાપનનો સાચો સમય
નવરાત્રિના આ 3 યોગ ખોલશે લોકોની કિસ્મતના તાળા, મા દુર્ગા વરસાવશે અપાર ધન, તિજોરીમાં જગ્યા ઓછી પડશે
અંબાલાલે વાવાઝોડાની આગાહી કરી
આ સાથે જ અંબાલાલ પટેલે કહ્યું છે કે 14 અને 15 ઓક્ટોબરે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેના કારણે રાજસ્થાન, જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા, હિમાલયના કેટલાક ભાગોમાં કરા પડી શકે છે. આથી ગુજરાતમાં ઠંડી પડશે.