Gujarat News: ગુજરાતમાં હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે. ત્યારે ઉપરથી માવઠાંએ પણ વાટ લગાડી છે. લોકોને લગ્નની મજ્જા બગડે છે અને સાથે-સાથે તૈયારી કરવામાં પણ વિલંબ આવી રહ્યો છે. ત્યારે હવે આજે ફરીથી હવામાન વિભાગે માવઠાંની આગાહી કરી છે અને કહ્યું કે ક્યા વિસ્તારમાં મેઘરાજા ધબધબાટી બોલાવી શકે છે.
હવામાન વિભાગે ગુરૂવારે બપોરે કરેલી આગાહીમાં એકાદ વિસ્તાર સિવાય પાંચ દિવસમાં વરસાદની કોઇ આગાહી કરી નથી. પોતાના નુકસાનથી બચવા માટે અમદાવાદ હવામાન વિભાગની આગાહી ખેડૂતોને જાણવી જરૂરી છે. જો કે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા રાજ્યમાં ફરીથી ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠું થશે તેવી આગીહી કરી છે.
હવામાન વિભાગે કહ્યું કે, ગુજરાતના તાપમાનની વાત કરીએ તો આગામી ત્રણ દિવસમાં તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થઇ શકે છે. જે બાદ એટલે કે ચાર દિવસ પછી તાપમાનમાં થોડો ઘટાડો થવાની શક્યતા છે. રાતે પણ ત્રણ દિવસ તાપમાન એકાદ બે ડિગ્રી વધવાની શક્યતા છે. જોકે, ચોથા દિવસે તાપમાનમાં ઘટવાની શક્યતા છે. હવામાન વિભાગે વાત કરી કે આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં વરસાદ થવાની કોઇ સંભાવના નથી. આ પાંચ દિવસમાં માત્ર દાહોદમાં વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત કોઇપણ જગ્યાએ વરસાદની શક્યતા નથી.
મૃત્યુને હરાવીને 422 કલાક પછી બહાર નીકળેલો પહેલો મજૂર કોણ હતો? કઈ રીતે બહાર આવ્યો અને પછી શું થયું??
12 નવેમ્બરથી લઈને 28 નવેમ્બર સુધી 17 દિવસ ટનલમાં શું-શું થયું? જાણો પહેલા જ દિવસથી આખી કામગીરી વિશે
પોતાની નવી આગાહીમાં ડો. મનોરમા મોહન્તીએ કહ્યુ છે કે, ગુજરાતમાં પાંચ દિવસના હવામાનમાં કોઇ મોટો ફેરફર થવાનો નથી. તેમણે કહ્યુ કે, ‘હાલ જે વરસાદ થયો હતો જેના કારણે ભેજ છે એટલે વાદળછાયું વાતાવરણ રહેશે. ગુરૂવારે રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 12 ડિગ્રી નોંધાયું હતુ. ત્યારે નલિયા અને ડિસાના તાપમાનમાં ત્રણ દિવસ સુધી એકાદ ડિગ્રી વધવાની શક્યતા છે. જે બાદ તાપમાન ઘટવાની શક્યતા છે.’