ભારત નવો રેકોર્ડ બનાવવા માટે તૈયાર છે. ભારતીય વૈજ્ઞાનિકોએ બપોરે 2.30 કલાકે શ્રીહરિકોટાથી ચંદ્રયાન-3 લોન્ચ કર્યું હતું. માત્ર ભારત જ નહીં સમગ્ર વિશ્વની નજર આ મિશન પર ટકેલી છે. લોન્ચિંગના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
આવો જ વધુ એક શાનદાર વીડિયો સામે આવ્યો છે. ખાસ વાત એ છે કે આ વીડિયો ઉડતા પ્લેનમાંથી રેકોર્ડ કરવામાં આવ્યો છે. ચેન્નાઈથી ઢાકા જતી ફ્લાઈટના ઉડાન ભર્યાના થોડા સમય બાદ પાઈલટે આકાશમાં ચંદ્રયાન-3 જોયું. પાયલોટે તરત જ આ ઐતિહાસિક ઘટનાને કેમેરામાં કેદ કરી લીધી.
https://twitter.com/DrPVVenkitakri1/status/1680066898015424514?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1680066898015424514%7Ctwgr%5E0b866c0bcca9ac047d1d48e8c89d15ca2dde84a3%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fm.dailyhunt.in%2Fnews%2Findia%2Fhindi%2Flatestlyhindi-epaper-dh9be9acbd9792411390454cf890a581ca%2Fvideoudatevimansenajaraayachandrayan3payalatnebanayaisaitihasikghatanakashanadarvidiyo-newsid-n518698248
LVM3 M4/Chandrayaan-3:
Lift-off, tracking and onboard views pic.twitter.com/eUAFShS1jA
— ISRO (@isro) July 14, 2023
દિલ્હી-NCR પૂરમાં ફસાયેલી BMW કાર કરતાં પણ મોંઘો આખલો! NDRFએ બચાવ્યો, જુઓ વીડિયો
ઓસ્ટ્રેલિયામાં દરિયા કિનારે મળ્યા રહસ્યમય જીવના અવશેષ, લોકોએ તેને જોઈને કહ્યું- મરમેઇડ્સ છે!
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, સિઝનના 19 દિવસમાં 49 ટકાથી વધુ વરસાદ
પૃથ્વીથી ચંદ્રનું અંતર લગભગ 3.84 લાખ કિલોમીટર છે. ચંદ્રયાન-3 40 થી 50 દિવસમાં આ અંતર કાપશે. જો બધું બરાબર રહ્યું તો ચંદ્રયાન-3નું લેન્ડર 50 દિવસમાં ચંદ્રની સપાટી પર આવી જશે. 23-24 ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર વિક્રમ લેન્ડરનું સોફ્ટ લેન્ડિંગ કરવામાં આવશે. જો દક્ષિણ ધ્રુવ પર લેન્ડરનું સોફ્ટ લેન્ડિંગ થશે તો ભારત દક્ષિણ ધ્રુવ પર પહોંચનારો વિશ્વનો પ્રથમ દેશ બની જશે.