Politics News: પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ પર વિકાસ ભારત સંકલ્પ યાત્રાની સભામાં ભાષણ આપતી વખતે મુખ્યમંત્રીની જીભ લપસી જવાથી આફત સર્જાઈ હતી અને તેમણે પૂર્વ વડાપ્રધાનને બદલે વર્તમાન વડાપ્રધાનને શ્રદ્ધાંજલિ આપી હતી. થોડી જ વારમાં મુખ્યમંત્રીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો.
જયપુર નજીકના અજયરાજપુરા ગામમાં વિકાસ ભારત સંકલ્પ યાત્રાની સભા દરમિયાન મુખ્યમંત્રી શર્મા વડાપ્રધાન વાજપેયીના સમયમાં શરૂ થયેલી યોજનાઓની પ્રશંસા કરી રહ્યા હતા, તે દરમિયાન તેમણે આ ભૂલ કરી અને તેઓ સોશિયલ મીડિયા પર ટ્રોલ થવા લાગ્યા.
મુખ્યમંત્રીએ કહ્યું- વાજપેયીએ 1998માં રાજસ્થાનમાં પરમાણુ વિસ્ફોટ કરીને વિશ્વ સમક્ષ ભારતની તાકાત દર્શાવવાનું કામ કર્યું હતું. આવા સફળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને હું હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવું છું.
PM મોદીએ તેમના નિવાસસ્થાને ક્રિસમસની કરી ઉજવણી, ક્રિસમસને વિવિધતામાં એકતાનું ગણાવ્યું સ્વરૂપ
રણબીર અને આલિયાની પુત્રી રાહાની ક્યુટનેસ જોઈ તમને પણ લાડ કરવાનું મન થશે, જુઓ વીડિયો
સોશિયલ મીડિયા પર ક્લિપ પણ ખુબ પ્રમાણમાં વાયરલ થઈ રહી છે અને લોકો મુખ્યમંત્રીને ભારે ટ્રોલ કરી રહ્યાં છે.