આખા ગુજરાતમાં રવિવાર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં અને કેટલો વરસાદ ખાબકશે

Lok Patrika Desk
By Lok Patrika Desk
rain
Share this Article

ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી મેઘરાજાની મહેર રહી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે. જ્યારે મોટાભાગના જળાશયોમાં મોટી માત્રામાં પાણીની આવક થઇ છે. ત્યારે આજથી રાજ્યમાં વરસાદની તીવ્રતા ઘટી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજથી એટલે 11મી જુલાઇથી સૌરાષ્ટ્ર, કચ્છમાં આજે વરસાદ વિરામ લઈ શકે છે. ત્યારે હવામાન વિભાગ પ્રમાણે આ અઠવાડિયામાં કેવું હવામાન રહેવાની આગાહી કરાઈ છે.

આવતીકાલે, 12મી જુલાઈએ ફરી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં ભરૂચ, સુરત, નવસારી અને વલસાડના દક્ષિણ ભાગનો સમાવેસ થાય છે. જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. મળતી માહિતી પ્રમાણે, ગુરૂવારે એટલે 13 જુલાઈના રોજ દાહોદ, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને સૌરાષ્ટ્ર-કચ્છના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

rain

14મી જુલાઈએ પણ દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, ડાંગ, નવસારી અને તાપીમાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે. જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં વરસાદ થવાની શક્યતાઓ છે. 15 અને 16 તારીખ એટલે અઠવાડિયાના અંતમાં પણ સામાન્યથી ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ છે. આ દિવસોમાં ગાંધીનગર, ખેડા, દાહોદ, પંચમહાલ, આણંદ, અમરેલી, દ્વારકા, પોરબંદર, રાજકોટ, ગીર સોમનાથ, જુનાગઢ, કચ્છ તથા દીવમાં વરસાદ થઈ શકે છે.

હવામાન વિભાગની વેબસાઇટ પર આપેલી માહિતી પ્રમાણે, આજે એટલે તારીખ 11મી જૂને રાજ્યમાં વરસાદ એક દિવસ માટે વિરામ લેશે તેવી આગાહી કરવામાં આવી છે. આજે અનેક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. જેમાં દમણ, દાદરા નગર હવેલી અને દીવમાં વરસાદ થઈ શકે છે. આ દિવસ માટે ભારે કે અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી નથી.

ગુજરાત સહિત આટલા રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો ફેરફાર, જલદી જાણી લો નવી કિંમત્ત

નોંધનીય છે કે, સૌરાષ્ટ્રના બીજા સૌથી મોટા ભાદર ડેમ-1માં નવા નીરનું આગમન થયું છે. ભાદર ડેમના આહ્લાદક આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે. સારો વરસાદ પડતા જેતપુર ઉપરાંત રાજકોટ, વીરપુર, સહિતના અનેક ગામો પર ઘેરાતું જળસંકટ દૂર થયું છે. હાલ સારો વરસાદ થયો છે જેના કારણે સૌરાષ્ટ્રના બીજા સૌથી મોટા ભાદર-1 ડેમમાં 23.30 ફૂટે પાણીની સપાટી પહોંચી છે. જેની ઉંડાઇનું લેવલ 34 ફૂટ છે. ભાદર ડેમની પાણીનો જથ્થો સંગ્રહ કરવાની કેપીસીટી 6648 MCFTની છે. જીવાદોરી સમાન ભાદર ડેમમાં સારા એવા પ્રમાણમાં પાણીની આવક થતાં સૌરાષ્ટ્ર પંથકના ખેડૂતોમાં ખૂશીની લહેર જોવા મળી છે.


Share this Article
TAGGED: , ,