Ahmedabad News: અમદાવાદમાં આવેલી લાપિનોઝની એલિસબ્રિજ બ્રાંચમાં કેટલાક યુવાનો પિત્ઝા ખાવા માટે ગયા હતા અને મરજી મૂજબ ઓર્ડર પણ આપ્યો. ઓર્ડર આવતાની સાથે યુવાનોએ જેવું પિત્ઝાનું બોક્સ ખોલ્યું તો તેમાંથી 10થી 15 નાની જીવતી વંદીઓ નીકળી. આ જોઈને ચારેકોર હોબાળો મચી ગયો. બ્રાંચના મેનેજરે કહ્યુ કે, આની બદલામાં બીજો પિઝા બનાવી આપીએ. પરંતુ આ દ્રશ્ય જોઇને તે બધાએ બીજા પિત્ઝા માટે ના પાડી દીધી હતી અને હાલમાં આખા ગુજરાતમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે.
જે યુવાન પિત્ઝા ખાવામાં હતા એમાના વૃષાંક ડોબરિયાએ વાત કરી કે અમે એલિસબ્રિજ વિસ્તારમાં ગુજરાત કોલેજ પાછળ આવેલા લા પિનોઝ પિઝા સેન્ટરમાં તેમના પાંચ મિત્રો સાથે પિત્ઝા ખાવા ગયા હતા. તેઓએ એક મોટો પિત્ઝા અને એક નાનો પિઝા ઓર્ડર કર્યો હતો. જ્યારે બંને પિઝા આવ્યા અને બોક્સ ખોલવામાં આવ્યા ત્યારે નાના પિત્ઝામાંથી 10થી 15 નાના નાના વંદાઓ નીકળતા જોવા મળ્યા હતા.
કેનેડામાં રહેતા ગુજરાતીઓ માટે મોટા સમાચાર, આટલી વાતોનું ખાસ ધ્યાન રાખજો, શું ટાળવું એ પણ જાણી જ લો
આંધી તોફાન સાથે ભારે વરસાદની શક્યતા, IMD એ આગામી 5 દિવસ માટે હવામાનની સ્થિતિ વિશે જણાવ્યું
વૃષાંકે વાત કરી કે અમે ત્યાંના સ્ટાફને જાણ કરી હતી. તેઓએ તેમની ભૂલ સ્વીકારી, માફી માંગી અને પિત્ઝા પાછો લીધો. તેઓએ અમને રિફંડ આપવાની વાત પણ કરી હતી. પરંતુ આ બાબતે અમે પોલીસ અને કોર્પોરેશનને પણ ફરિયાદ કરી હતી. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે કોઈ એક્શન લેવામાં આવે છે કે કેમ?? આ અંગનો વીડિયો પણ ઘણો જ વાયરલ થયો છે. લાપિનોઝ જેવી મોટી બ્રાન્ડના પિત્ઝામાંથી જીવાત નીકળતાં અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.