ભાવનગર ડમીકાંડ મુદ્દે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર દ્વારા પ્રહાર કરવામાં આવ્યા છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના સમર્થનમાં આવ્યા છે. આ બાબતે કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું હતું કે, યુવરાજસિંહ ડમીકાંડ બહાર લાવ્યા, તોડકાંડ બાદમાં બહાર આવ્યો. આ પહેલા પણ 27 જેટલા પેપર ફૂટવાની ઘટનાઓ બની છે. સરકાર પરીક્ષા મામલે નિષ્ફળ ગઈ છે. હવે ડમી કાંડ ઉમેદવાર કાંડમાં પણ નવો વળાંક આવ્યો છે. ત્યારે સરકાર આ કૌભાંડ કેમ ચાલે છે તે શોધી નથી શકતી. પેપરકાંડમાં એક પણ વ્યક્તિને દાખલો બેસે તેવી કાર્યવાહિ કરી નથી.
પેપર ફોડનાર એકપણ વ્યક્તિ વિરૂદ્ધ સરકારે ગુનો દાખલ નથી કર્યોઃ જગદીશ ઠાકોર
ડમીકાંડ મુદ્દે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, જે રીતે ડમીકાંડ પેપરનાં મુદ્દાઓ છે. એ રીતે ઘણા સમયથી આ કૌભાંડ ચાલે છે. અને કહેવાય છે કે મધ્યપ્રદેશનાં વ્યાપમ ગોટાળા કરતા પણ આ વ્યાપક ડમીકાંડ હોય, પેપર ફૂટવાનાં બનાવો તોય ગુજરાતમાં બની રહ્યા છે. આ બની કેમ રહ્યા છે. તે સરકાર શોધતી નથી. 27-27 પેપરો ફૂટ્યા એ પેપર ફોડનાર એકપણ વ્યક્તિને કાયદાકીય એવી અસરકારક સજા નથી કરી કે ગુનો દાખલ નથી કર્યો. કે જેથી વિદ્યાર્થીઓને ભરોસો બેસે કે સરકાર આ પેપર ફોડવાવાળાની સામે ગંભીર છે.
ગુજરાતીઓ ચાર દિવસ બેફામ માવઠા માટે થઈ જાઓ તૈયાર, વીજળીના કડાકા-ભડાકા સાથે આ વિસ્તારમાં ખાબકશે મેઘો
ભાઈ યુવરાજ જાડેજા પોતે આ સમગ્ર બાબતો બહાર લાવ્યા. અને પછીનો જે એપિસોડ થયો. કે એમણે રૂપિયા લીધા, માંગણી કરી અને એ બધુ થયું જ. મારે કહેવું છે સરકારને કે તમારી પાસે જે કંઈ આ તમારી એક રૂમમાં બેસીને જે તપાસ કરો છો. બે પાંચ દસ મીડિયાનાં લોકોને હાજર રાખી તપાસ કરોને. દાખલો એવો તો બેસાડો કે ગુનેગારને અમે છોડવાનાં નથી. પણ સાથે સાથે જે બેરોજગાર યુવાનો હતાશ થઈ ગયા. 17 લાખ લોકોએ નોકરીઓ માટેનાં ફોર્મ ભર્યા. અને એમાં 40 ટકા લોકોએ પરીક્ષા આપી. કારણ કે સરકારમાંથી 60 ટકા લોકોને ભરોસો ઉઠી ગયો. આ ભરોસો ઉઠી ગયેલા બેરોજગાર યુવાનોને વાંચા આપવાનું કામ આવનારા દિવસોમાં મે મહિનામાં કોંગ્રેસ કરશે.