સરકારે શુક્રવારે (10 ફેબ્રુઆરી) 14 ફેબ્રુઆરીએ ‘ગાય આલિંગન દિવસ’ Cow Hug Day ઉજવવાની તેની અપીલ પાછી ખેંચી લીધી. એનિમલ વેલફેર બોર્ડ (AWBI) એ આ અંગે આદેશ જારી કર્યો છે. અગાઉ, AWBI, જે મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયના પશુપાલન અને ડેરી વિભાગ હેઠળ આવે છે, તેણે 14 ફેબ્રુઆરીના રોજ ગાય આલિંગન દિવસ તરીકે ઉજવવાની અપીલ કરી હતી.
શુક્રવારે AWBI આદેશમાં જણાવ્યું હતું કે, “સક્ષમ સત્તાધિકારી અને મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયના નિર્દેશો અનુસાર, 14 ફેબ્રુઆરી, 2023 ના રોજ ગાય આલિંગન દિવસ ઉજવવા માટે ભારતીય પશુ કલ્યાણ બોર્ડ દ્વારા જારી કરવામાં આવેલી અપીલ પાછી ખેંચી લેવામાં આવી છે. ”
એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયા દ્વારા 14 ફેબ્રુઆરીને વેલેન્ટાઈન ડેને બદલે ગાય હગ ડે તરીકે ઉજવવાની અપીલ કરવામાં આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ભારે રોષ જોવા મળ્યો હતો.
વર્ષ 2017 માં, મોટા પાળેલા-દૂધાળા પ્રાણીઓ પર કરવામાં આવેલા સંશોધનમાં એ પણ બહાર આવ્યું છે કે જો ગાયની ગરદન અને પીઠ પર થોડો સમય માવજત કરવામાં આવે તો ગાયને ઘણી રાહત મળે છે અને તે માણસને ઓળખવા લાગે છે. ગાયને કમ્ફર્ટ ઝોન મળે છે. આ જ કારણ છે કે ગામમાં રહેતા લોકો, ખેડૂતો અને પશુપાલકો ગાયને માત્ર એક પ્રાણી તરીકે જ જોતા નથી, પરંતુ તેનો ઉછેર પરિવારના સભ્ય તરીકે કરે છે. દૂધના વધુ સારા ઉત્પાદન માટે અને પશુઓને સલામતીનો અહેસાસ કરાવવા માટે તેમને ગળે લગાવવાની પ્રથા વર્ષોથી ચાલી આવે છે.
જાણકારી માટે તમને જણાવી દઈએ કે ગાયને ગળે લગાડવી એ કોઈ નવો કોન્સેપ્ટ નથી, પરંતુ ભારતથી લઈને નેધરલેન્ડ સુધીના ગ્રામીણ વિસ્તારોમાં ગાયને ગળે લગાડવાની પદ્ધતિને થેરાપી તરીકે વર્ણવવામાં આવી છે. આને ‘Co Naflaen’ થેરાપી કહેવામાં આવે છે, જેના કારણે ગાયની સાથે સાથે તેને અપનાવનાર વ્યક્તિનું માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે.