World Cup Ind vs SA Cricket Match : વર્લ્ડ કપ 2023માં (World Cup 2023) ભારતે પોતાની 8મી મેચ દક્ષિણ આફ્રિકા સામે કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમવાની છે. આ મેચ 5 નવેમ્બરે રમાશે અને આ દિવસે વિરાટ કોહલીનો જન્મદિવસ પણ છે. આવી સ્થિતિમાં ક્રિકેટ એસોસિએશન ઓફ બેંગાલે કોહલીના જન્મદિવસને યાદગાર બનાવવા માટે ખાસ વ્યવસ્થા કરી છે. ભારત-દક્ષિણ આફ્રિકા મેચની લગભગ તમામ ટિકિટો વેચાઈ ચૂકી છે. આવી સ્થિતિમાં, મેચ દરમિયાન સ્ટેડિયમમાં લગભગ 70 હજાર પ્રેક્ષકો હાજર રહે તેવી સંભાવના છે. આવી સ્થિતિમાં, ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળે વિરાટ કોહલીના માસ્કને તમામ પ્રેક્ષકોને મફતમાં વહેંચવાની તૈયારી કરી લીધી છે.
કોહલીના ચહેરા સાથે માસ્ક વહેંચવા ઉપરાંત ક્રિકેટ એસોસિએશન ઓફ બેંગાલે પણ મેચ અગાઉ કેક કાપીને કોહલીને સ્મૃતિચિહ્ન આપીને સન્માનિત કરવાનું આયોજન કર્યું છે. સીએબીના અધ્યક્ષ સ્નેહાશિષ ગાંગુલીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે અમને આશા છે કે આના પર આઈસીસી તરફથી મંજૂરી મળશે. અમે કોહલી માટે આ દિવસને ખાસ બનાવવા માંગીએ છીએ.
તેમણે વધુમાં કહ્યું, “અમે ઈચ્છીએ છીએ કે મેચ દરમિયાન સ્ટેડિયમમાં હાજર દરેક ચાહક કોહલી માસ્ક પહેરીને આવે. અમે તે દિવસે લગભગ 70,000 માસ્કનું વિતરણ કરવાની પણ યોજના બનાવી છે. ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળે નવેમ્બર ૨૦૧૩ માં આવી જ એક ઇવેન્ટનું આયોજન કર્યું હતું જ્યારે સચિન તેંડુલકરે તેની ૧૯૯ મી ટેસ્ટ મેચ રમી હતી.
ઈઝરાયલી સેનાની ગાઝાને ચેતવણી, કહ્યું -તત્કાલ ગાઝા છોડો નહિતર ભુક્કા બોલાવી દઈશું !
આ મહિલા ડિગ્રી વગર 6 કલાકમાં દર મહિને 50 લાખ રૂપિયા કમાય છે, તેના કામ વિષે જાણી ચૌકી જશો!
લાંબી આયુષ માટે મળી ગયો જબરદસ્ત તોડ,સમય પહેલાં મોત ટચ પણ નહીં કરે,વૈજ્ઞાનિકો પણ હૈરાન
આ વર્લ્ડ કપમાં વિરાટ કોહલીનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. તેણે 6 મેચમાં એક સદી અને ત્રણ અડધી સદી ફટકારી છે. તેણે બાંગ્લાદેશ સામેની મેચમાં 48મી સદી ફટકારી હતી. કોલકાતામાં તેની પાસે સચિન તેંડુલકરના 49 વન ડે સદીના રેકોર્ડની બરાબરી કરવાની તક હશે.