West Indies ODI Squad Announced: ટેસ્ટ સિરીઝ બાદ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 27 જુલાઈથી 3 વન ડે મેચની સિરીઝ રમાશે. આ માટે વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. ટીમમાં મજબૂત બેટ્સમેનની લાંબી વાપસી થઈ છે. આ ખેલાડીને ફિટનેસ અને અનુશાસનહીનતાના કારણે ટીમમાં પોતાનું સ્થાન ગુમાવવું પડ્યું હતું. આ ખેલાડીને ઝિમ્બાબ્વેમાં રમાયેલા વર્લ્ડ કપ ક્વોલિફાયર્સમાં પણ ટીમમાં સ્થાન મળ્યું નહતુ. ક્વોલિફાયર્સમાં કેરેબિયન ટીમનો દેખાવ કંગાળ રહ્યો હતો અને વર્લ્ડ કપના ઈતિહાસમાં પહેલી વખત ટીમ ક્વોલિફાય થઈ શકી નહતી. આ બધા બાદ બોર્ડે આ ખેલાડીને ફરી તક આપી છે. આ ખેલાડીનું નામ શિમરોન હેટમાયર છે. તેણે 2 વર્ષ બાદ વનડે ટીમમાં વાપસી કરી છે.
શિમરોન હેટમાયર ઉપરાંત ફાસ્ટ બોલર ઓશાને થોમસે પણ ટીમમાં વાપસી કરી છે. તે જ સમયે, અન્ય ફાસ્ટ બોલર જેડેન સીલ્સ અને લેગ સ્પિનર યાનિક કારિઆહ પણ પુનર્વસન પૂર્ણ કર્યા પછી ટીમમાં પાછા ફર્યા છે. આ ઉપરાંત ડાબોડી સ્પિનર ગુડાકેશ મોતી પણ ઈજામાંથી બહાર આવીને ટીમમાં પરત ફરવામાં સફળ રહ્યો છે. ટીમની કમાન શાઈ હોપના હાથમાં હશે. તેમના નેતૃત્વમાં જ વેસ્ટ ઇન્ડીઝની ટીમ વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં પ્રવેશી હતી પરંતુ ભારતમાં યોજાનારા વન-ડે વર્લ્ડ કપમાં ક્વોલિફાય થવાનું ચૂકી ગઈ હતી. આમ છતાં પસંદગીકારોએ હોપ પર ભરોસો વ્યક્ત કર્યો છે.
ભારત સામે હેટમાયરનો મજબૂત રેકોર્ડ
ભારત સામે વન-ડેમાં શિમરોન હેટમાયરનો રેકોર્ડ સારો છે. તેણે 12 મેચમાં 45થી વધુની એવરેજથી 500 રન બનાવ્યા છે. તેણે બે સદી પણ ફટકારી છે. તેણે આ રન ભારત સામે 120થી વધુની સ્ટ્રાઇક રેટથી બનાવ્યા છે.
ઓલરાઉન્ડર જેસન હોલ્ડર અને ડાબોડી વિકેટકિપર નિકોલસ પૂરણ ભારત સામેની વન ડે શ્રેણીમાં રમવાનો નથી. વિન્ડિઝ બોર્ડના જણાવ્યા અનુસાર, બંને સિલેક્શન માટે ઉપલબ્ધ નહતા. આ સાથે જ ભારત સામે ટેસ્ટ ડેબ્યૂ કરનારા એલિક અથનાજેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
ભારત અને વિન્ડિઝ વચ્ચેની પ્રથમ બે વન ડે તારીખ 27મી અને 29મી જુલાઈએ ઓવલમાં રમાશે. આ સાથે જ ત્રીજી અને અંતિમ મેચ 1 ઓગસ્ટના રોજ ત્રિનિદાદમાં યોજાશે.
વૈજ્ઞાનિકો પણ નથી ઉકેલી શક્યા આ મંદિરનું રહસ્ય, આ મંદિર 1000 વર્ષથી પાયા વગર ઊભું છે.
2025 સુધી આ 3 રાશિઓ હવામાં જ ઉડશે, એટલા પૈસા કમાશે કે ઘરમાં જગ્યા નહીં રહે, જાણો કેમ??
‘મારો કેસ સીમા હૈદર જેવો નથી, હું 2 દિવસમાં પરત આવીશ’, પ્રેમમાં પાકિસ્તાન પહોંચેલી અંજુ સાથે વાતચીતમાં ખુલાસો
વિન્ડિઝની 15 ખેલાડીઓની ટીમ :
શાઈ હોપ (કેપ્ટન), રોવમેન પોવેલ (વાઈસ કેપ્ટન), એલિક એથાનેગે, યાનિક કારિયાહ, કિસી કાર્ટી, ડોમિનિક ડ્રેક્સ, શિમરોન હેટમાયર, અલ્ઝારી જોસેફ, બ્રાન્ડન કિંગ, કાઈલ મેયર્સ, ગુડાકેશ મોતી, જેડેન સીલ્સ, રોમારિયો શેફર્ડ, કેવિન સિન્કલેર, ઓશાને થોમસ.