બંગાળની ખાડીમાં ઉઠેલું મોકા તોફાન ગુરુવારે ચક્રવાતી તોફાનનું રૂપ લઈ શકે છે. તેના કારણે અંડમાન દ્વીપ સમૂહ સહિત દેશના ઘણા અલગ-અલગ દરિયાકાંઠાના રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાની પવનનું અનુમાન છે. આઈએમડીએ જાણકારી આપતાં જણાવ્યું કે, બંગાળની ખાડી પર સર્જાયેલું ઊંડું દબાણ ચક્રવાતી તોફાન ‘મોકા’માં ફેરવાઈ ગયું છે. મોકા આજે મધ્યરાત્રિ સુધીમાં તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે. તે જ સમયે, બાંગ્લાદેશ અને મ્યાનમારમાં ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે. બુધવારે ચેતવણી જાહેર કરતી વખતે, IMDએ કહ્યું કે ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે પણ ભારે પવન સાથે વરસાદ થઈ શકે છે.
૧૩ મેના રોજ મોકા વાવાઝોડું નબળું પડી શકે
અંડમાનમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથે જ માછીમારોને દરિયામાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે. આઈએમડીએ જણાવ્યું કે, ૧૧ મેના રોજ એટલે કે આજે મોકા વાવાઝોડાને ભયંકર તોફાનમાં પરિવર્તિત થયા બાદ ૧૩૦ કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફુંકાવાની શક્યતા છે. તે પછી ૧૩ મેના રોજ મોકા વાવાઝોડું નબળું પડવાની શક્યતા છે અને ૧૪ મેના રોજ મોકા
બાંગ્લાદેશ સ્થિત કોક્સ બજાર અને મ્યાંમાર સ્થિત ક્યોકપ્યૂ કાંઠે ૧૦૦ કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપથી પસાર થશે.
૧૨ મેના રોજ વાવાઝોડાનું પ્રચંડ રૂપ જોવા મળશે પ્રાદેશિક હવામાન કેન્દ્ર, કોલકાતા ખાતે નિયામક (હવામાન) જી.કે. દાસે એક નિવેદનમાં જણાવ્યું કે, “ડીપ ડિપ્રેશન થોડા સમય માટે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધે અને પછી ધીમે ધીમે ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ સાંજના સમયે તે જ પ્રદેશ પર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાય તેવી શક્યતા છે.” નિવેદન મુજબ, “આ ડીપ ડિપ્રેશનનું ક્ષેત્ર ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ વધતું રહેશે. બાદમાં, તે ધીમે ધીમે 11 મેના રોજ તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં અને 12 મેના રોજ દક્ષિણ પૂર્વ અને મધ્ય બંગાળની ખાડીમાં ખૂબ જ તીવ્ર ચક્રવાતી વાવાઝોડાનું રૂપ ધારણ કરી લેશે.
માછીમારોને દરિયો ન ખેડવાચેતવણી અપાઈ તે પછી, તે પછી વાવાઝોડું 13 મે સુધી ધીમે ધીમે નબળું પડવાની શક્યતા છે. દરમિયાન, અંડમાન અને નિકોબાર ટાપુઓના વહીવટીતંત્રે બંગાળની ખાડી પર ચક્રવાતી પરિભ્રમણની રચનાને ધ્યાનમાં રાખીને ચેતવણીઓ અને જાહેર સૂચનાઓ આપી છે. અંડમાન અને નિકોબારના કાંઠા વિસ્તારોમાં માછીમારોને 13 મે સુધી દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.
સતત ૨૪ કલાક ધ્યાન રાખવામાં આવી રહ્યું છે
મુસાફરો અને જહાજોની સલામતીને ધ્યાનમાં રાખીને, પોર્ટ બ્લેર ખાતે ડિરેક્ટોરેટ ઓફ શિપિંગ સર્વિસે એક નોટિફિકેશન બહાર પાડીને જણાવ્યું છે કે હવામાનની સ્થિતિને જોતાં પોર્ટ બ્લેર પર હાર્બર-ફેરી સેવાઓ સ્થગિત કરવામાં આવી શકે છે. અંડમાન અને નિકોબાર ટાપુઓમાં ઇમરજન્સી ઓપરેશન સેન્ટર કાર્યરત છે. કોઈપણ પ્રકારની કુદરતી આફતનો સામનો કરવા 24 કલાક કામ કરી રહ્યું છે.