છેલ્લા એક અઠવાડિયાથી બિપરજોયની ચર્ચાઓ તેજમાં ચાલી રહી છે. વાવાઝોડું ટકરાયું પણ ખરાં અને ઘણું નુકસાન પણ કર્યું. જો કે હવે એક સારા સમાચાર સામે આવ્યા છે કે દક્ષિણ રાજસ્થાનમાં વાવાઝોડું આજે સાંજે ડિપ્રેશન બનશે એટલે જરાતમાંથી બિપોરજોય વાવાઝોડાની અસર ઓછી થશે.
ગુજરાતીઓ માટે આ સારા સમાચાર ઘણા અંશે ફાયદાકારક છે. બિપોરજોય વાવાઝોડું ગઇકાલે રાત્રે ડીપ ડીપ્રેશનમાં ફેરવાયુ હતું. જેને લઈ હવે ગુજરાતમાં તેની અસર ધીરે ધીરે ઓછી થઈ રહી છે. પવન પણ ધીરો થયો છે અને વરસાદ પણ ઘણા જિલ્લાઓમાં બંધ થઈ ગયો છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનીક વિજીનલાલે રાજ્યમાં બિપોરજોય વાવાઝોડું અને વરસાદને લઈ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, બિપોરજોય વાવાઝોડું ગઇકાલે રાત્રે ડીપ ડીપ્રેશનમાં ફેરવાયા બાદ હવે દક્ષિણ રાજસ્થાનમાં વાવાઝોડું આજે સાંજે ડિપ્રેશન બનશે.
આ પણ વાંચો
ગુજરાત સરકાર થઈ મહેરબાન, વાવાઝોડામાં અસરગ્રસ્ત વિસ્તારો માટે કરવામાં આવી મોટી જાહેરાત, રોકડા પણ આપશે
વિજીનલાલે પોતાની વાત આગળ કરતાં કહ્યું કે આ સાથે સાબરકાંઠા અને બનાસકાંઠામાં ભારે વરસાદ રહેશે. જેને લઈ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. કોસ્ટલ વિસ્તારમાં lcs 3 સિગ્નલ યથાવત રખાયું છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. આ સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં બે દિવસ વરસાદ રહેશે.