તાપીમાં થોડા દિવસો પહેલા જ રોમિયોનો એક કિસ્સો સામે આવ્યો હતો ત્યારે હવે સુરતમાંથી ધોળા દિવસે રોમિયોની દાદાગીરીનો કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં બે કિશોરીઓની સાથે છેડતીનો બનાવ સામે આવતા ફરી ગુજરાતમાં દીકરીઓની સુરક્ષા પર સવાલ કરવામાં આવી રહ્યો છે. શહેરના ડીંડોલી વિસ્તારની સોસાયટીમાં 2 રોમિયો દ્વારા કિશોરીઓનો રસ્તો રોક્યો અને પછી તેની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું. મોબાઈલ નંબર માગવાને લઈને પણ બોલાચાલી થઈ હોવાની વિગતો મળી રહી છે.
વિગતો મળી રહી છે કે હાલમાં કિશોરીના પરિવારે ડીંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દીધી છે. ડીંડોલી પોલીસ સ્ટેશનમાં અસામાજિક શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાતા કાર્યવાહી થશે એવી પણ આશા સેવવામાં આવી રહી છે. શહેરના ડીંડોલી વિસ્તારની લક્ષ્મીનારાયણ સોસાયટીની આ વાત છે. ત્યાં ધોળા દિવસે 2 યુવકોએ જાહેરમાં કિશોરીઓનો રસ્તો રોક્યો અને મોબાઇલ નંબરની માંગણી કરી હતી. તો વળી પછી આ લુખ્ખાઓએ કહ્યું કે નંબર ન આપે તો ચપ્પુ મારવાની પણ ધમકી હતી.
ICC ટ્રોફીની ફાઇનલની વાત પર કોહલી ગળગળો થઈ કહ્યું અને પીડા છલકાવતા કહ્યું- મે બે વખત…
જ્યારે આ લુખ્ખાઓએ ધમકી આપી ત્યારે અસામાજિક તત્વોની ધમકીથી કિશોરી ડરી ગઈ હતી. તેણે સમગ્ર બાબત પરિવારજનોને જણાવી. તરત જ પરિવારજનો પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવતા એક વીડિયો હવે ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય કે બપોરે 1.09 મિનિટે બે શખ્સો એક્સેસ ગાડી પર આવે છે અને પાછળથી ચાલીને આવી રહેલી બે કિશોરીઓને સ્કૂટરનો યુ ટર્ન મારી રોકે. આ દરમિયાન ચાલીને આવી રહેલી બે કિશોરીઓ પાસે નંબર માંગે છે. જો કે પછી નંબર ન મળતા ધમકાવીને ત્યાંથી આગળ નીકળી જાય છે.