દેવાયત ખવડને લઈ ફરી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આખા ગામને ખબર છે કે દેવાયત હાલમાં જેલમાં છે અને જેલમાંથી છુટવા માટે હવાતિયા મારી રહ્યો છે. રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર સર્વેશ્વર ચોક નજીક ખૂની હુમલો કરવાના ગુનામાં ખવડ લગભગ છેલ્લા 2 મહિનાથી જેલમાં હવા ખાઈ રહ્યા છે. લોકગાયક કલાકાર દેવાયત ખવડે વચગાળાના જામીન મેળવવા માટે કોર્ટમાં અરજી પણ કરી છે. ગોંડલ પંથકના રાજકીય આગેવાના પરિવારમાં લગ્ન પ્રસંગ છે અને સાથે જ બીજા લગ્ન પ્રસંગો તેમજ શિવારાત્રીના પર્વ નિમિત્તે પણ કાર્યક્રમોનું એડવાન્સ બુકીંગ પણ કરાવી લીધા છે. ત્યારે વચગાળાની જામીન અરજીને લઇ કોર્ટે તપાસનીશ અધિકારીનો અભિપ્રાય પણ મંગાવ્યો છે. જો બધું બરાબર થાય તો જામીન અંગે કંઈક નિર્ણય લેવામાં આવશે.
દેવાયત ખવડ ઉપરાંત બે સહ તહોમતદર સામેથી ધરપકડ કરવામાં આવી. રિમાન્ડની મુદ્દત પુરી થયે ત્રણેયનેકોર્ટના આદેશ મુજબ જેલમાં મોકલી આપવામાં આવ્યા. દેવાયત સહિત ત્રણેય ત્રણેય તહોમદારે ચાર્જશીટ પૂર્વે રેગ્યુલર જામીન અરજી કરી હતી જે શેસન્સ કોર્ટે ફગાવી દીધી હતી અને ત્યારબાદ હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. ત્યાર બાદ હાઇકોર્ટમાં કરેલી જામીન અરજી પરત ખેંચી લીધી હતી. આ કેસમાં ચાર્જશીટ રજૂ થતા ત્રણેય આરોપીએ રેગ્યુલર જામીન માટે અરજી કરી કરી હતી જેમાં મુદત પડતા એડવોકેટ અજય કે. જોષી સ્તવન મહેતા મારફત જામીન મેળવવા અરજી કરી છે.
વચગાળાના જામીન માટે કરાયેલી અરજીમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે, પોતે લોકગાયક છે. બનાવ પૂર્વે તેમણે ગોંડલના એક પ્રસંગ સહિત અન્ય કેટલાક લગ્ન પ્રસંગોમાં તેમજ શિવરાત્રી પર્વના કાર્યક્રમના એડવાન્સ બુકીંગ કર્યા હતા. બુકીંગ પેટે એડવાન્સ રકમ પણ સ્વીકારી લીધી હતી જો રદ કરે તો જંગી આર્થિક નુસાન વેઠવું પડશે અને રકમ પરત કરવા માટે લાંબા સમયથી જેલવાસના કારણે આર્થિક રીતે સક્ષમ ન હોવાથી બુક કરેલા કાર્યક્રમ યોજવા માટે 25 દિવસના વચગાળાના જામીન મંજૂર કરવા અરજી ગુજારી છે. ત્યારે અદાલતે વચગાળાના જામીન માટેની થયેલી અરજી અંગે આ કેસના તપાસ અધિકારી પાસે પોલીસ અભિપ્રાય માગ્યો છે. જો બધું બરાબર હશે તો જામીન આપવામાં આવશે.
હાઈકોર્ટે પણ જામીન અરજી નામંજૂર કરી હતી અને ખવડને હજુ જેલમાં જ રહેવું પડશે. આ પહેલાં પણ દેવાયત ખવડે જામીન માટે હવાતિયા માર્યા હતા અને અરજીઓ કરી હતી. પરંતુ તેમને નિષ્ફળતા ઉપર નિષ્ફળતા મળી રહી છે.
આ મામલે એ-ડિવિઝન પોલીસ સ્ટેશને દેવાયત ખવડ અને તેનાં સાથીદારો સામે ગુનો નોંધાયો હતો. જેમાં 10 દિવસ ફરાર રહ્યા બાદ દેવાયત ખવડે 10 દિવસ બાદ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. આ પહેલાં દેવાયત ખવડના બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. 19મી ડિસેમ્બરે ખવડ સહિત ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યાં પોલીસે વધુ રિમાન્ડની માંગણી નહીં કરતાં ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરાયા હતા.