VIDEO: પીએમ મોદીના યુએસ પ્રવાસ પહેલા ચર્ચામાં આવી સ્પેશિયલ ‘મોદી જી થાળી’, વાનગી જોઈ રાજીના રેડ થઈ જશો

Lok Patrika Desk
By Lok Patrika Desk
pm
Share this Article

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન અને ફર્સ્ટ લેડી જિલ બિડેનના આમંત્રણ પર અમેરિકા જશે. પીએમ મોદી બુધવાર 21 થી શનિવાર 24 જૂન સુધી અમેરિકાના પ્રવાસે હશે. પીએમ મોદીની આ મુલાકાત પહેલા ન્યુ જર્સીની એક રેસ્ટોરન્ટે ‘મોદી જી થાલી’ નામની પ્લેટ તૈયાર કરી છે. આ પ્લેટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

pm

શેફ શ્રીપદ કુલકર્ણી દ્વારા બનાવવામાં આવેલ ‘મોદી જી થાળી’માં ભારતીય લેન્ડસ્કેપના રૂપમાં વિવિધ વાનગીઓનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, રેસ્ટોરન્ટના માલિક ટૂંક સમયમાં બીજી થાળી શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છે, જે વિદેશ મંત્રી એસ જયશંકરને સમર્પિત કરવામાં આવશે. રેસ્ટોરન્ટના માલિકનું કહેવું છે કે એસ જયશંકર ભારતીય અમેરિકન સમુદાયમાં પણ ખૂબ લોકપ્રિય છે.

શું છે ખાસ ‘મોદી જી થાળી’માં?

ચોખા અને દાળમાંથી બનેલી દક્ષિણ એશિયન રાંધણકળામાં એક વાનગી
રસગુલ્લા
મસ્ટર્ડ ગ્રીન્સ
દમ આલૂ
ઈડલી
ઢોકળા
છાશ
અને પાપડ

સૌથી મોટી વાત એ છે કે ભારત સરકાર દ્વારા વર્ષ 2019માં કરાયેલી ભલામણ બાદ તાજેતરમાં જ સંયુક્ત રાષ્ટ્રએ 2023ને ‘આંતરરાષ્ટ્રીય મિલેટ યર’ તરીકે જાહેર કર્યું છે. આ સિદ્ધિની ઉજવણી કરવા અને બાજરી વિશે જાગૃતિ લાવવા માટે, રેસ્ટોરન્ટે બાજરીનો ઉપયોગ કરીને વાનગીઓ તૈયાર કરી છે.

આ પણ વાંચો

Breaking News: જૂનિયર મહિલા હોકી ટીમે એશિયા કપ 2023 જીત્યો, ભારતીય ટીમે સાઉથ કોરિયાને 2-1થી હરાવી

કોંગ્રેસે બધાને વચન તો આપી દીધું પણ હવે કેન્દ્રીય મંત્રીએ ઝાટકણી કાઢી, કહ્યું -500 રૂપિયામાં સિલિન્ડરના કાગળ પણ ના આવે

વાવાઝોડાને લઈ જાણો આખો ઈતિહાસ, જાણો વાવાઝોડું કઈ રીતે આવે? કઈ રીતે નુકસાન કરે? બધી જ

PM મોદી 22 જૂને સ્ટેટ ડિનરનું આયોજન કરશે

તમને જણાવી દઈએ કે જો બિડેન અને તેમની પત્ની જીલ બિડેન 22 જૂન ગુરુવારે પીએમ મોદીના ડિનરનું આયોજન કરશે. પીએમ મોદીના માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ મોટી સંખ્યામાં ચાહકો છે.


Share this Article
TAGGED: , ,