આસામમાં આતંકવાદનો અંત… કેન્દ્ર સરકારે ઉલ્ફાના કર્યો શાંતિ કરાર, બંને પક્ષોના પ્રતિનિધિઓએ કર્યા હસ્તાક્ષર

Desk Editor
By Desk Editor
Share this Article

National News: કેન્દ્ર સરકાર, આસામ સરકાર અને યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામ વચ્ચે આજે ત્રિપક્ષીય સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યો છે. આ કરવા પાછળનો હેતુ ઉત્તર પૂર્વ ક્ષેત્રમાં કાયમી શાંતિ લાવવાનો છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની હાજરીમાં સમાધાનના મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કર્યા છે.

પૂર્વોત્તરમાં શાંતિના પ્રયાસો માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં આજે ભારત સરકાર દ્વારા ઐતિહાસિક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. 40 વર્ષમાં પ્રથમ વખત સશસ્ત્ર આતંકવાદી સંગઠન ઉલ્ફાએ ભારત અને આસામ સરકાર સાથે શાંતિ સમાધાન કરાર પર હસ્તાક્ષર કર્યા છે. શાંતિ કરાર પર હસ્તાક્ષર દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, આસામના મુખ્યમંત્રી હિમંતા વિશ્વ શર્મા અને ULFAના અરબિન્દા રાજખોવાના નેતૃત્વ હેઠળના પ્રો-ટોક જૂથના 10થી વધુ ટોચના નેતાઓ હાજર હતા.

ઉલ્ફાના એક જૂથ એટલે કે યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટ ઑફ આસામના 20 નેતાઓ છેલ્લા એક સપ્તાહથી દિલ્હીમાં હતા અને ભારત સરકાર અને આસામ સરકારના ટોચના અધિકારીઓ તેમને ડ્રાફ્ટ કરાર પર સંમત થવા માટે કહી રહ્યા હતા. ઉલ્ફાનો આ જૂથ અનુપ ચેટિયા જૂથનો છે, જ્યારે અન્ય જૂથ હજુ પણ પરેશ બરુઆના નેતૃત્વમાં સક્રિય છે. આ સમજૂતી બાદ ભારત સરકાર ઉત્તર-પૂર્વમાં વિદ્રોહને ખતમ કરવાની દિશામાં મોટું પગલું ભરશે.

વાસ્તવમાં, ULFAના આ જૂથે 2011 થી શસ્ત્રો ઉપાડ્યા નથી, પરંતુ આ પ્રથમ વખત છે જ્યારે ઔપચારિક શાંતિ કરારનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો છે અને બંને પક્ષોના પ્રતિનિધિઓએ તેના પર હસ્તાક્ષર કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ હસ્તાક્ષરથી પૂર્વોત્તરમાં શાંતિ અને સુરક્ષા સ્થપાશે.

ઉલ્ફા અને ભારત સરકાર વચ્ચેના કરારના મુખ્ય મુદ્દાઓ છે:

– આસામના લોકોનો સાંસ્કૃતિક વારસો અકબંધ રહેશે.
– આસામના લોકો માટે રાજ્યમાં રોજગારીની વધુ સારી તકો ઉપલબ્ધ થશે.
– સરકાર તેમના કેડરને રોજગારીની પૂરતી તકો પૂરી પાડશે.
– ભારત સરકાર સશસ્ત્ર ચળવળનો માર્ગ છોડી ચૂકેલા ઉલ્ફા સભ્યોને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે તમામ શક્ય પ્રયાસો કરશે.

ઉલ્ફાની રચના 1979માં થઈ હતી

તુવેર અને અડદ હવે પહેલા કરતાં પણ વધુ થશે સસ્તું, માર્ચ 2025 સુધી તુવેર અને અડદની દાળની આયાત થશે ડ્યૂટી ફ્રી

અમદાવાદ: 7 લાખ કરતાં વધુ રોપાથી 400 મીટર લાંબુ ફ્લાવર સ્ટ્રક્ચર, 30 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી ફ્લાવર શોનું આયોજન

Big News: 8 ફેબ્રુઆરી 2024થી ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષા થશે શરૂ, દરરોજ 50 હજાર ઉમેદવારો આપશે પરીક્ષા

ઉત્તર-પૂર્વમાં સશસ્ત્ર આતંકવાદી સંગઠનો સાથે આ વર્ષે ભારત સરકારનો આ ચોથો મોટો કરાર છે. આ શાંતિ સમજૂતીથી આસામમાં દાયકાઓ જૂના બળવાખોરીનો અંત આવવાની આશા છે. “સાર્વભૌમ આસામ”ની માંગ સાથે 1979માં ઉલ્ફાની રચના કરવામાં આવી હતી. ત્યારથી, તે વિધ્વંસક પ્રવૃત્તિઓમાં સામેલ છે જેના કારણે કેન્દ્ર સરકારે તેને 1990માં પ્રતિબંધિત સંગઠન જાહેર કર્યું હતું.


Share this Article