ચોમાસાને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, રવિવારથી ગુજરાતમાં મેઘરાજાની થશે ધમાકેદાર એન્ટ્રી

Lok Patrika Desk
By Lok Patrika Desk
VARSAD
Share this Article

રાજ્યમાં ચોમાસાના આગમનની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. મહારાષ્ટ્રના છેડે ચોમાસું ગૂંચવાયું છે. ચોમાસું આગળ વધે તેની રાહ જોવાઈ રહી છે. આ વચ્ચે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ચોમાસાને લઈ મોટી આગાહી કરવામાં આવી છે. જે મુજબ રવિવારથી ગુજરાતમાં અતિભારે વરસાદ પડી શકે છે.

રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના

અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, બંગાળના ઉપસાગરમાં ઉભું થતું વરસાદી વહનના કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. 25થી 30 જૂનમાં ગુજરાતના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. મધ્ય ગુજરાત, ઉત્તર-મધ્ય, પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદની સંભાવના છે. આહવા, ડાંગ અને વલસાડના ભાગોમાં વરસાદ પડી શકે છે. જુલાઈ 5 સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ વરસાદની સંભાવના રહેશે. જે ચોમાસાનો વિધિવત વરસાદ હશે.

VARSAD

રાજ્યમાં મેઘરાજાની થશે ધમાકેદાર એન્ટ્રીઃ અંબાલાલ પટેલ

અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, આ વખતે રાજ્યમાં ચોમાસું મોડું આવશે પરંતુ તેની એન્ટ્રી ધમાકેદાર હશે. આ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. ભારે વરસાદના કારણે નર્મદા અને તાપી નદીના જળ સ્તરમાં વધારો થશે. સાથે જ 10 જુલાઈ સુધીમાં સાબરમતી નદીમાં પાણીની આવક થવાની શક્યતા છે. વરસાદને લઈ જળાશયો, તળાવો, બાંધોમાં પાણીની આવક વધવાની શક્યતા છે. જૂનના અંતમાં અને જુલાઈ મહિનાની શરૂઆતમાં જે વરસાદ પડશે તે ગુજરાતમાં પાણીની સમસ્યા હલ કરવા માટે મદદરૂપ રહેશે.

VARSAD

આ પણ વાંચોઃ

યુપીમાં ભાજપને ‘મોદી મિત્ર મુસ્લિમ’ની કેમ જરૂર છે? રાજકારણનો ‘ર’ સમજવો પણ જનતા માટે ભારી પડી ગયો

રંગીલા રાજકોટમાં ગુજરાતની ઈજ્જતના ધજાગરા, ખુલ્લામાં સરબતની જેમ દારૂની મહેફિલ, પોલીસની આબરૂ ધૂળધાણી

‘આજકાલ હું જ્યાં પણ જાઉં છું ત્યાં દરેકને લાગે છે કે આ સાચો વ્યક્તિ છે’, જાણો PM મોદીએ અમેરિકામાં આવું કેમ કહ્યું

આગામી 5 દિવસ વરસાદની આગાહી

અંબાલાલ પટેલ ઉપરાંત હવામાન વિભાગે પણ વરસાદની આગાહી કરાઈ છે. વધુમાં હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગ દ્વારા આગામી 27 જૂનને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં ચોમાસાની ગતિવિધિઓ સક્રિય થઈ છે. 28થી 30 જૂન દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જૂનના અંતમાં ધમાકેદાર વરસાદ ખાબકશે. અમદાવાદ, મહેસાણામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.


Share this Article