કારમાં આગ લાગવાના કિસ્સાઓ અવાર નવાર સામે આવતા રહે છે. ત્યારે સુરતમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે અને મોટા વરાછા વિસ્તારમાંથી પસાર થઈ રહેલી લક્ઝુરિયસ BMWમાં આગ લાગી હતી. જેવી જ આગ લાગી કે ચારેકોર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે ડ્રાઇવર બહાર નીકળી જતાં તેનો બચાવ થયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો અને મામલો થાળે પાડ્યો હતો. BMW (GJ-05-JR-4939) કારના ચાલક કારમાં બોનેટમાંથી ધુમાડો નીકળતાં કાર ત્યારે જ ભડકે બળવા લાગી હતી.
મોંઘીદાટ કારમાં આગ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. તેમની ટીમ તરત જ આવી પહોંચી અને મારો ચલાવીને કારની આગ પર કાબૂ મેળવી લીધો હતો. જોકે બીએમડબ્લ્યુ કાર આગમાં બળીને ખાક થઈ ગઈ હતી. હાલ કારની આગમાં કોઈ જાનહાનિ થવા પામી નથી. ફાયર વિભાગે જણાવ્યું હતું કે ગતરોજ મોડી રાતે કારમાં આગનો કોલ મળ્યો હતો.
ત્યાર બાદ મોટા વરાછા ફાયર વિભાગ ઘટનાસ્થળે દોડી ગયો હતો. કારનો ચાલક બહાર નીકળી જતાં તેનો બચાવ થયો હતો. મોંઘીદાટ BMW કારમાં આગનું કારણ જાણી શકાયું નથી. પરંતુ હાલમાં આ કારમાં આગ લાગવાની ચર્ચા ભારે કરવામાં આવી રહી છે.