આજથી હવે માવઠું જતું રહ્યું છે અને હવે ગરમી વધવાની છે. આગામી 5 દિવસ માવઠાની કોઈ જ સંભાવના નથી. 29 માર્ચે વાદળછાયું વાતાવરણ રહી શકે એવી આગાહી કરવામા આવી રહી છે. તો વળી 3થી 4 ડિગ્રી જેટલું તાપમાન હવે વધી શકે છે. ખેડૂતો માટે આ એક રાહતના સમાચાર કહી શકાય. કારણ કે ખેડૂતોને લાખો કરોડોનું નુકસાન થયું છે અને સરકારે ખાલી સર્વે કર્યો છે. કોઈ ચૂકવણી પણ કરી નથી.
તો બીજી બાજુ બેવડી ઋતુ બાદ બિમારીના કેસમાં મોટો વધારો થયો છે. સિવિલમાં કોરોના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે. દર્દીઓથી ઉભરાઈ રહ્યાં છે ખાનગી ક્લીનિક અને નજારો પણ એવો છે કે જાણે લોકો લાઈનમાં ઉભા હોય. સ્ટીરોઈડ, પેઇનકિલર દવાઓ પણ અપાતી હતી. આ બેવડી ઋતુએ બાળકો અને વૃદ્ધોમાં વધારે અસર કરી હોવાના સમાચાર મળી રહ્યા છે.
ધ્યાનમાં રાખો કે, આ વરસાદ પછી મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. એપ્રિલ મહિનામાં કેટલીક બીમારીઓ ઝડપથી ફેલાઈ શકે છે. MCD દિલ્હીના પૂર્વ એડિશનલ MHO ડૉ. સતપાલ ન્યૂઝ18હિંદી સાથેની વાતચીતમાં કહે છે કે, 20 માર્ચથી દિલ્હી-NCR સહિત દેશના વિવિધ રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે. ઘણી જગ્યાએ કરા પણ પડ્યા છે. હોળી પછી લગભગ દર વર્ષે વરસાદ પડતો હતો, પરંતુ આ વખતે તે વધુ છે, અને મોડું થઈ રહ્યું છે. લોકો અત્યારે આ વરસાદને પસંદ કરી રહ્યા છે, પરંતુ એપ્રિલ મહિનામાં તે મોટી મુશ્કેલી સર્જી શકે છે.
માવઠાની આગાહી બાદ હવે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, રોગચાળો વધી રહ્યો છે. ધીમે ધીમે ગરમી વધશે. ગરમીના કારણે કફ અને વસંત ઋતુમાં વાયુ પ્રમાણ વધતું હોય છે. 18 માર્ચથી 20મી એપ્રિલ સ્વાસ્થય માટે દરેક લોકોએ ખાસ કાળજી રાખવી જોઈએ. કારણ કે કફ, શ્વાસની તકલીફના રોગોમાં વધારો થાય છે. જેના કારણે લોકોએ 21 માર્ચથી 20 એપ્રિલ સુધી સ્વાસ્થ્ય માટે વિશેષ કાળજી રાખવી જોઈએ એવું અંબાલાલે દરેક ગુજરાતીઓને સાવચેત કર્યા છે.
આખું જીવન રિચાર્જ અને ઇન્ટરનેટ વિના મફતમાં મનફાવે એટલી વાત કરો, એક રૂપિયો પણ ખર્ચ નહીં કરવો પડે
જો એક જ શહેર માત્ર દિલ્હી-એનસીઆરમાં જ નહીં પરંતુ જે, વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે, ત્યાં મોટી સંખ્યામાં મચ્છરજન્ય રોગચાળો થવાની શક્યતા છે. ડૉ.સતપાલે પણ કહ્યું કે કે, આ વરસાદ પછી એવી સંભાવના છે કે, 1 એપ્રિલથી મચ્છરોની મોટી ફોજ આપણી આસપાસ હશે. લાર્વામાંથી મચ્છર બનવામાં લગભગ 10 દિવસનો સમય લાગે છે. જેટલું પાણી વધુ જમા થશે તેટલા મચ્છરોની ઉત્પત્તિ થશે. જો આ વરસાદના હિસાબે જોઈએ તો એપ્રિલની શરૂઆતમાં જ લોકોને મચ્છરોનો ભોગ બનવું પડશે. આ પછી મચ્છરજન્ય રોગોમાં ઝડપથી વધારો થશે.