હવામાન વિભાગની મોટી આગાહી, આખરે આજથી સત્તાવાર રીતે ગુજરાતમાંથી ચોમાસાની વિદાય, જાણો હવે કેવા તડકા પડશે!

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
હવામાન વિભાગે lokpatrika
Share this Article

Gujarat News : આગામી નવરાત્રીમાં વરસાદની આગાહીએ લોકોને ચિંતામાં મૂકી દીધા છે. વરસાદ નવરાત્રિની રાતોનો રંગ બગાડે તેવી શક્યતાએ ખેલૈયાઓ મુંઝવણમાં મૂકાયા છે, જોકે આ સંભવિત આગાહી વચ્ચે જો તમે વરસાદની સ્થિતિ જાણશો તો ગુજરાતમાં ચોમાસાએ સત્તાવાર વિદાય લીધી છે. આ વર્ષે આઠ દિવસ પહેલા જ ચોમાસાની વિદાય થઈ ચૂકી છે. હવામાન વિભાગે આગામી 8 દિવસ ગુજરાતમાં સૂકું વાતાવરણ રહેવાની આગાહી કરી છે. કેરળમાં ૮ જૂને ચોમાસાએ પ્રવેશ કર્યો હતો.

 

 

રાજ્યભરમાં ચોમાસાનો અંત

કેરળમાંથી ચોમાસાની શરૂઆત થયા બાદ 26 જૂને ચોમાસું ગુજરાત પહોંચ્યું હતું. આ પછી, 25 સપ્ટેમ્બરથી રાજસ્થાનમાંથી ચોમાસું પાછું ખેંચવાની શરૂઆત થઈ હતી. સમગ્ર ગુજરાતમાંથી ચોમાસું પૂરું થવાની શક્યતા છે. ૫ ઓક્ટોબર એ મોટા ભાગે એક દિવસ છે જે જાળવવામાં આવ્યો છે. ત્રણ દિવસ પહેલા એટલે કે 3 ઓક્ટોબરે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાંથી ચોમાસુ પાછુ ખેંચાયા બાદ હવે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાંથી વિદાય લેવાની જાહેરાત સાથે સમગ્ર રાજ્યમાં ચોમાસુ પૂર્ણ થયું છે.

 

 

ઓગસ્ટ મહિનો સાવ કોરો રહ્યો હતો.

રાજ્યમાં જુલાઈ મહિનામાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો હતો. કોઈક રાજ્યમાં મેધાની મહેર ને બદલે કહેર પણ જોવા મળી હતી. જુલાઈ પછી ઓગસ્ટ મહિનો તો સાવ કોરોધાકોર જોવા મળ્યો હતો. ઓગસ્ટમાં વરસાદ ન પડતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. પરંતુ સપ્ટેમ્બરની શરૂઆતમાં મેઘરાજાએ કમ સે કમ કંઈક અંશે બેટિંગ કરીને ખેડૂતોના ઊભા પાકને નવજીવન આપ્યું હતું.

 

 

સિઝનનો નોંધાયો 100 ટકાથી વધુ વરસાદ

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના સૂત્રોના જણાવ્યા મુજબ, રાજ્યમાં જૂન મહિનામાં 242.96 મીમી વરસાદ પડ્યો  હતો. જુલાઈમાં શહેરમાં 448.73 મીમી વરસાદ નોંધાયો હતો. પરંતુ ઓગસ્ટમાં વરસાદ લગભગ બંધ થઈ ગયો હતો. ઓગસ્ટમાં વરસાદથી વિરામ લેતા સમગ્ર રાજ્યમાં સમગ્ર મહિનામાં માત્ર 25.49 મીમી વરસાદ નોંધાયો હતો. ગત સપ્ટેમ્બર માસના પ્રારંભના દિવસોથી ફરી વરસાદ શરૂ થઇ ગયો છે. આ કારણે સપ્ટેમ્બરમાં સરેરાશ 39.33 મીમી વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં મોસમનો 100 ટકાથી વધુ વરસાદ વરસી ગયો છે.

 

ગુજરાતમાં વાવાઝોડાની એન્ટ્રી અને આખા દેશમાં વરસાદને લઈ અંબાલાલે કરી ઘાતક આગાહી, જાણીને ધ્રુજી ઉઠશો!

ભારતના દબાણ પછી કેનેડાને તાત્કાલિક પગલા લેવા પડ્યાં! મોટાભાગના રાજદ્વારીઓને સિંગાપોર અને મલેશિયા મોકલી દીધા

તને કહી દઉં છું અંદર ના આવતો…. મની લોન્ડરિંગ કેસમાં ફસાયેલા રણબીર કપૂરને શેનો પાવર આવી ગયો?

 

ઠંડીનો થઈ  અહેસાસ રહ્યો છે

ઓક્ટોબર મહિનામાં ક્યાંય વરસાદ નથી. હવે ભાદરવાની કાળઝાળ ગરમીથી લોકો દાઝી રહ્યા છે. રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ વધ્યો છે. જ્યારે અનેક વિસ્તારોમાં સવારે અને મોડી સાંજે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે.

 

 

 


Share this Article