Reserve Bank of India: છેલ્લા નવ વર્ષમાં આરબીઆઈ અને સરકારની કડકાઈ બાદ બેન્કોએ બેડ લોન પર ઝડપથી કામ કર્યું છે. બેડ લોનનું ભારણ ઘટાડવા માટે સરકાર અને રિઝર્વ બેન્ક (આરબીઆઇ)ના સ્તરે લેવામાં આવેલા પગલાંથી બેન્કો છેલ્લાં નવ વર્ષમાં 10 લાખ કરોડ રૂપિયાથી વધુની વસૂલાત કરવામાં સફળ રહી છે. નવી દિલ્હી: એનપીએની વસૂલાત અને ઘટાડો કરવા માટે લેવામાં આવેલા પગલાં દ્વારા બેન્કોએ છેલ્લા નવ વર્ષ દરમિયાન કુલ 10,16,617 કરોડ રૂપિયા એકઠા કર્યા છે, એમ નાણાં મંત્રાલયે સંસદમાં જણાવ્યું હતું.
નાણાં રાજ્યમંત્રીએ સંસદમાં આપ્યો જવાબ
અનુસૂચિત વાણિજ્યિક બેંકો દ્વારા એનપીએ તરીકે વર્ગીકૃત કરવામાં આવેલી બાકી નીકળતી રકમ અને રૂ. 1,000 કરોડ કે તેથી વધુની બાકી રકમ ધરાવતા ધિરાણકર્તાઓને બાકી નીકળતી રકમ 31 માર્ચ, 2023 ના રોજ 1,03,975 કરોડ રૂપિયા હતી. નાણાં રાજ્યમંત્રી ભાગવત કિસાનરાવ કરાડે લોકસભામાં એક સવાલના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ) દ્વારા સ્થાપિત સીઆરઆઇએલસી ધિરાણકર્તાઓની લોન અંગેના ડેટા એકત્રિત કરે છે, તેનો સંગ્રહ કરે છે અને તેનું વિશ્લેષણ કરે છે.
5 વર્ષ પછી જોવા મળી ‘દયાબેન’ની ઝલક, મેક-અપ વગર ઓળખવી મુશ્કેલ, ફેન્સને કહ્યું- ‘મારો ચહેરો’
40 ફિલ્મો ફ્લોપ હોવા છતાં 19ના દાયકાનો સુપરસ્ટાર હતો આ અભિનેતા,છતાં ઇન્ડસ્ટ્રી છોડવી પડી
વર્ષો પછી એકબીજાની સામે આવ્યા અભિષેક બચ્ચન અને કરિશ્મા કપૂર, ઈવેન્ટની અંદરની તસવીરો થઈ વાયરલ
સરકાર અને આરબીઆઈ દ્વારા એનપીએ હાંસલ કરવા અને ઘટાડવા માટે ઝડપી પગલાં લેવામાં આવ્યા હતા, જેમાં કોર્પોરેટ કંપનીઓ સાથે સંબંધિત એનપીએનો પણ સમાવેશ થાય છે. આનાથી બાકી નાણાંની વસૂલાત શક્ય બની છે. બેંકોએ તેમને સાપ્તાહિક ધોરણે ડેટા આપવો જરૂરી છે. આરબીઆઈના આંકડા દર્શાવે છે કે છેલ્લા પાંચ વર્ષમાં બેન્કો અને નાણાકીય સંસ્થાઓની ૨૦ કરોડ કે તેથી વધુની બેડ લોનની રકમમાં તીવ્ર ઘટાડો થયો છે. નાણાકીય વર્ષ 2018-19ના અંતે બાકી એનપીએ 7,09,907 કરોડ રૂપિયા હતી પરંતુ માર્ચ 2023માં તે ઘટીને 2,66,491 કરોડ રૂપિયા થઈ ગઈ.