આજથી બદલી ગયા આટલા નાણાકીય નિયમો, તમારા ખિસ્સા અને ઘર બેઉનું બજેટ ખોરવાશે, ફટાફટ જાણી લો શું શું બદલાયું

Desk Editor
By Desk Editor
Share this Article

Financial Rules Changing Fom 1 August 2023: ઓગસ્ટ મહિનો શરૂ થઈ ગયો છે. નવા મહિનાની શરૂઆતની સાથે જ ઘણા મોટા બદલાવ આવ્યા છે જેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડી રહી છે. આમાં આવક એલપીજીની કિંમતમાં ફેરફાર તેમજ આઇટીઆર ફાઇલ કરવા પર દંડ, એક્સિસ બેંકના ક્રેડિટ કાર્ડથી સંબંધિત નિયમોનો સમાવેશ થાય છે. સરકારી ઓઇલ કંપનીઓએ 1 ઓગસ્ટના રોજ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ ફેરફાર બાદ નવી દિલ્હીમાં એલપીજી સિલિન્ડર 1680 રૂપિયા છે.

 

જો તમે 31 જુલાઈ, 2023 ની સમયમર્યાદા ચૂકી ગયા છો, તો તમારે દંડ સાથે આઇટીઆર ફાઇલ કરવું પડશે. આજથી તમારે આઇટીઆર ફાઇલ કરવા પર 1000 રૂપિયાથી લઇને 5000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે. ઓગસ્ટ 2023 માં, જો તમારે બેંક સાથે સંબંધિત મહત્વપૂર્ણ કામ સાથે વ્યવહાર કરવો પડે છે, તો જાણી લો કે આ મહિનામાં બેંકમાં ઘણી રજાઓ છે. આ મહિનામાં કુલ 14 દિવસ બેંકો બંધ રહેશે. તેમાં શનિવાર અને રવિવારની રજાઓનો પણ સમાવેશ થાય છે.

 

 

જો તમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની અમૃત કળશ સ્કીમમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે આ છેલ્લી તક છે. આ યોજના હેઠળ સામાન્ય ગ્રાહકોને 400 દિવસની એફડી પર 7.1 ટકા વ્યાજ દર આપવામાં આવી રહ્યો છે. સાથે જ વરિષ્ઠ નાગરિકોને 7.6 ટકા વ્યાજ દર મળી રહ્યો છે.

 

 

 

હું આવા બળાત્કારના કલંક સાથે જીવી ન શકું… ફેસબૂક પર લાઈવ થઈને ભાજપના નેતાએ ઝેર ખાતા હાહાકાર

શું ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનીને નરેન્દ્ર મોદી નહેરુની બરાબરી કરશે? સર્વેમાં આવ્યા ચોંકાવનારા આંકડા

મોંઘાદાટ સફરજન નદીમાં ફેંકવામાં આવી રહ્યા છે… વીડિયો શેર કરી BJPએ રાહુલ ગાંધી પર આકરો પ્રહાર કર્યો

 

 

તેમાં રોકાણ કરવા માટે તમારી પાસે 15 ઓગસ્ટ 2023 સુધીનો સમય છે. એક્સિસ બેન્કના ક્રેડિટ યુઝર્સ માટે મહત્વના સમાચાર છે. ફ્લિપકાર્ટ પર આ કાર્ડના ઉપયોગ પર ગ્રાહકોને 1.5 ટકા કેશબેક મળતું હતું, જે હવે 12 ઓગસ્ટ પછી મળશે નહીં.

 


Share this Article