Elvish Yadav Rave Party: નોઈડા યુપીથી મોટા સમાચાર આવી રહ્યા છે જ્યાં બિગ બોસના વિજેતા અલ્વિશ યાદવ પર નોઈડામાં રેવ પાર્ટીનું આયોજન કરવાનો આરોપ લાગ્યો છે. એલ્વિશ વિરુદ્ધ પ્રતિબંધિત કોબ્રા સાપના ઝેરનો ઉપયોગ કરવા અને આ પાર્ટીઓમાં વિદેશી છોકરીઓને આમંત્રિત કરવા બદલ FIR નોંધવામાં આવી છે. નોઈડા પોલીસે આ પાર્ટીઓના સ્ટિંગ ઓપરેશન દરમિયાન તેની ગેંગના 5 સભ્યોની ધરપકડ કરી છે. આ કેસમાં એલ્વિશ યાદવ અને અન્ય અજાણ્યા લોકો સહિત 6 નામના લોકો સામે તપાસ ચાલી રહી છે.
એલ્વિશ યાદવે સ્પષ્ટતા કરી
આરોપો પર સ્પષ્ટતા આપતા એલ્વિશ યાદવે કહ્યું કે હું નિર્દોષ છું, મને ફસાવવામાં આવી રહ્યો છે. મને બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ધરપકડ કરાયેલા લોકોને હું જાણતો નથી. મારે તેમની સાથે કોઈ લેવાદેવા નથી. હું સ્પષ્ટ કહું છું કે જો મારી એક ટકા પણ ભૂલ જણાય તો હું સંપૂર્ણ જવાબદારી લેવા તૈયાર છું. સાપના વીડિયો પર એલ્વિશ યાદવે કહ્યું કે આ એક મ્યુઝિક વીડિયોનું શૂટ છે. સાપના સપ્લાય અંગેના આક્ષેપો ખોટા છે. નક્કર પુરાવા વિના મારા વિરૂદ્ધ નિવેદનો ન કરવા જોઈએ.
પાંચ આરોપીઓની ધરપકડ
દિવાળીની સફાઈમાં 2000ની નોટ મળે તો જરાય ચિંતા ન કરતા, લાઈનમાં પણ નહીં ઉભવું પડે, આ રીતે બદલી જશે
ગુજરાત પરથી મોટો ખતરો ટળ્યો, ઠંડી પણ નહીં વધે અને માવઠું પણ નહીં પડે… જાણો હવામાન વિભાગની નવી આગાહી
આ કેસમાં કુલ પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર મામલાની તપાસ માટે પોલીસ સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવા માટે મથી રહી છે. મળતી માહિતી મુજબ, નોઈડા પોલીસે સ્ટિંગ ઓપરેશન દરમિયાન દરોડા પાડીને આ 5 લોકોની ધરપકડ કરી છે. નોઈડા પોલીસે તેમના દરોડા દરમિયાન સ્થળ પરથી ઘણા સાપ મળ્યા છે. પોલીસને સાપનું ઝેર પણ મળી આવ્યું હતું. પોલીસે કડક પૂછપરછ કર્યા બાદ જ આ કેસમાં બિગ બોસના વિજેતા એલ્વિશ યાદવનું નામ સામે આવ્યું હતું. આ પછી પોલીસે એલ્વિશ યાદવ વિરુદ્ધ પણ કેસ નોંધ્યો છે.