હવામાન વિભાગની પાંચ દિવસ સામાન્ય વરસાદની આગાહી, આજે ડાંગ, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

રાજ્યમાં વરસાદનું જોર ઓછું થયુ છે ત્યારે ગુજરાતમાં સિઝનનો 85 ટકા વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી 48 કલાક નવસારી, વલસાડના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શકયતા છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં વરસાદ માટે કોઇ એલર્ટ આપવામાં નથી આવ્યું.

heavy rain


હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીએ મંગળવારે જણાવ્યું હતુ કે, ગુજરાતમાં પાંચ દિવસ છૂટો છવાયો વરસાદ રહેશે. વધારે વરસાદની કોઇ સંભાવના નથી. એવુ પણ થઇ શકે કે, કેટલાક તાલુકામાં જરાપણ વરસાદ ન થાય પરંતુ દક્ષિણ ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદ થઇ શકે છે. કેટલીક જગ્યાએ ભારે વરસાદની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

heavy rain

આ ઉપરાંત મનોરમા મોહંએ જણાવ્યું કે, સૌરાષ્ટ્ર કચ્છમાં પણ છૂટોછવાયો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. ક્યાંક સામાન્ય વરસાદની પણ આશંકા છે. રાજ્યમાં એકાદ જગ્યાએ ભારે વરસાદ થઇ શકે છે. ગુજરાતના કોઇ તાલુકામાં ભારે વરસાદની શક્યતા નથી.

વિશ્વની સૌથી અમીર મહિલા ક્રિકેટરઃ એલિસે પેરીથી લઈને સ્મૃતિ મંધાના સુધી, આ મહિલા ક્રિકેટરોની કમાણી પણ છે જોરદાર, નેટવર્થ તમારા દિમાગને ઉડાવી દેશે

IND vs WI: બીજી ટેસ્ટ મેચમાં વરસાદનું વિઘ્ન નડતા રોહિત શર્મા થયો ગુસ્સે, કેપ્ટને આપ્યું આવું નિવેદન

હાર્દિક પંડ્યાને મળ્યો આરામ, તો કોણ બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન? 3 ખેલાડીઓ રેસમાં સૌથી આગળ

હવામાન વિભાગના આજના મેપ પ્રમાણે નવસારી, વલસાડ અને ડાંગના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંતના વિસ્તારોમાં વરસાદની કોઇ આગાહી કરવામાં આવી નથી. તેમજ હવામાન વિભાગના આવતીકાલ એટલે ગુરૂવારે નવસારી, વલસાડમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંતના વિસ્તારોમાં ભારે વરસાદની કોઇ આગાહી કરવામાં આવી નથી.


Share this Article
TAGGED: , ,