ગુજરાતમાં, રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદને કારણે સર્જાયેલી તબાહીને કારણે રાજ્ય સરકારે શનિવારે પોરબંદર અને કચ્છમાંથી પસાર થતા બે રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને 10 રાજ્ય ધોરીમાર્ગો બંધ કરી દીધા છે.
ગુજરાતના રાહત કમિશનર આલોક પાંડેએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં કુલ 736 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે અને લગભગ 358 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. 271 પંચાયતના રસ્તાઓ સહિત કુલ 302 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શનિવારે મોડી રાત્રે ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ખાતે સમીક્ષા બેઠક યોજી હતી, જ્યાં તેમણે પરિસ્થિતિની વ્યક્તિગત સમીક્ષા કરવા જૂનાગઢ પહોંચવાના તેમના પ્રયાસો નિરર્થક સાબિત થયા બાદ જિલ્લા પ્રમુખો સાથે વાતચીત કરી હતી.
ભારે વરસાદથી પ્રભાવિત જિલ્લાઓમાં NDRF (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) અને SDRF (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ)ની કુલ નવ ટીમો તૈનાત કરવામાં આવી છે. NDRF અને SDRFની બે-બે ટીમો જૂનાગઢમાં બચાવ અને રાહત કામગીરી કરી રહી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવતીકાલે બપોર સુધી દક્ષિણ ગુજરાતના ગીર-સોમનાથ, જૂનાગઢ, કચ્છ, પોરબંદર અને વલસાડ, નવસારીમાં ભારે વરસાદની સંભાવના છે. કમિશનરે લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને ઘરમાં જ રહેવા વિનંતી કરી છે.
વરસાદનો ત્રીજો રાઉન્ડ ચાલી રહ્યો છે. જેમાં ઠેર ઠેર ભારે વરસાદના કારણે લોકોની મુશ્કેલી વધી રહી છે. આ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું કે, રાજ્ય પર હાલમાં અલગ અલગ સિસ્ટમ સક્રિય હોવાના કારણે ભારે વરસાદ પડી શકે છે.
તેમજ રાજ્યના અતિભારે વરસાદની પણ શક્યતા રહેલી છે. આ ઉપરાંત અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા,રાજકોટ અને જામનગરમાં અતિભારે વરસાદ પડશે. જ્યારે વડોદરા, સાવલી, પેટલાદ, આણંદ, ગોધરા અને દાહોદમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે.
જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ અંગે અંબાલાલે કહ્યું કે, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદ પડશે. જેની સાથે જ દક્ષિણ ગુજરાતમાં ડાંગ, વલસાડ, સુરત, નવસારીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ 23 અને 24 જુલાઈના રાજ્યમાં ભારે વરસાદ રહેશે તેમ પણ જણાવ્યું છે.
સોના ચાંદીના ભાવમાં ઘટાડો, સસ્તા થતાં જ લોકોમાં ખુશીનો માહોલ, જાણો હવે એક તોલાના કેટલા હજાર આપવાના
ખરેખર તો 200 રૂપિયે કિલો ટામેટા એ ઘણા સસ્તા કહેવાય, જાણો શું કહે છે સરકારી આંકડા? તમારું મગજ ફરી જશે
180 દિવસ, 146 બાળકો, આ સરકારી હોસ્પિટલ કેમ બની રહી છે માસૂમોનું મોતનો કાળ? જાણો અજીબ કારણ
આ તરફ હજી વરસાદનો ત્રીજો રાઉન્ડ સમાપ્ત નથી થયો ત્યાં તો અંબાલાલ પટેલે 27 જુલાઈથી વરસાદનું નવું ટર્ફ સમગ્ર ગુજરાતને ઘમરોળશે તેવી આગાહી કરી છે. તેમજ તેમણે કહ્યું કે, આગામી 15 ઓગસ્ટ સુધી એક બાદ એક વરસાદી સિસ્ટમ બનશે જેનાથ ઘણી નદીઓમાં પૂરની સ્થિતિ પણ જોવા મળી શકે છે.