હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગનાં ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માટે આગાહી કરી છે. આગામી પાંચથી સાત દિવસ વરસાદની શક્યતા નહિવત છે. તેમજ બે દિવસ તાપમાન યથાવત રહેશે. તેમજ ત્રીજા દિવસથી તાપમાનમાં બે ડિગ્રીનો વધારો થઈ શકે છે. આ વર્ષે વાદળછાયું વાતાવરણ હોવાથી ઠંડીનો ઓછો અનુભવ થશે.
બે દિવસ બાદ તાપમાનમાં વધારો
રાજ્યમાં આગામી દિવસોમાં તાપમાન યથાવત રહેશે. તેમજ તે બાદ તાપમાનમાં વધારો થઈ શકે છે. ગુજરાતીઓને હાલ કડકડતી ઠંડીનો સામનો નહીં કરવો પડે. હાલ રાજ્યવાસીઓને ઠંડીથી રાહત મળશે. રાહત ઠંડીને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. જે મુજબ હાલ રાજ્યમાં ઠંડીનો ઓછો અનુભવ થશે. વાદળછાયું વાતાવરણ હોવાથી ઓછી ઠંડી પડશે. જો કે આગામી ત્રણ દિવસ રાજ્યમાં તાપમાન યથાવત રહેશે. ત્યારબાદ તાપમાનમાં વધારો થઈ શકે છે.
નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું
હદ છે પણ હોં! મુખ્યમંત્રીની જીભ લપસી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવી દીધી, ચારેકોર બદનામી થઈ
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં નોંધાયેલ તાપમાનમાં નલિયા સૌથી ઓછું તાપમાન નોંધાવા પામ્યું હતું. રાજ્યમાં નોંધાયેલા તાપમાનમાં અમદાવાદમાં 15.5, ગાંધીનગરમાં 14 ડિગ્રી જ્યારે નલિયામાં સૌથી ઓછું 9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.