Gujarat Weather: રાજ્યમાં ગુલાબી ઠંડી વચ્ચે ફરી એકવાર કમોસમી માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યના ખેડૂતોના જીવ અધ્ધ ચડી ગયા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, તારીખ 8 અને 9 જાન્યુઆરીના રોજ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.
વરસાદને પગલે 2થી 3 ડિગ્રી તાપમાન વધવાની શક્યતા
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ટ્રફ લાઇન દક્ષિણ ગુજરાતથી પસાર થવાથી કમોસમી વરસાદ વરસી શકે છે. આગામી દિવસોમાં કમોસમી વરસાદને પગલે 2થી 3 ડિગ્રી તાપમાન વધવાની શક્યતા છે. વિન્ડ સ્પિડની 5થી 10 વચ્ચે છે, વધુમાં કહ્યું કે, કમોસમી વરસાદ પછી થોડું ટેમ્પરેચર નીચું જશે.
નલિયામાં સૌથી ઓછું 9 ડિગ્રી તાપમાન નોંધાયું
આજે 20 શહેરોમાં 15 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું છું. નલિયામાં સૌથી ઓછું 9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં 13.8 અને 12 ડિગ્રી.
વડોદરા, સુરત અને રાજકોટમાં અનુક્રમે 14.6, 16.4 અને 10.04 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે કેશોદ, અમરેલી, મહુવા અને સુરેન્દ્રનગરમાં તાપમાન 14 ડિગ્રીથી નીચે નોંધાયું છે.