ભાજપ માટે એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે કે ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓ.પી. કોહલીનું નિધન થયું છે. ઓ.પી. કોહલીના પ્રપૌત્રીએ ટ્વિટ કરીને ગુજરાતના પૂર્વ રાજ્યપાલના નિધન અંગે માહિતી આપતા રાજકીય ગલીઓમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ અંગે ટ્વિટ કરીને ઓ.પી. કોહલીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
My grandfather Shri Om Prakash Kohli, former governor of Gujarat and Raja Sabha MP, has passed away.
His funeral will be held at 11:30am tomorrow at Nigambodh Ghat in New Delhi. pic.twitter.com/AOqLtaWjRz
— Karnika (@KarnikaKohli) February 20, 2023
રાજકીય કારકિર્દી તરફ નજર કરીએ તો ઓમ પ્રકાશ કોહલીએ વર્ષ 1999 થી 2000 સુધી ભારતીય જનતા પાર્ટી (BJP) ના દિલ્હી એકમના પ્રમુખ હતા અને વર્ષ 1994 થી 2000 સુધી રાજ્યસભાના સભ્ય તરીકે રહ્યા હતા. તેઓ દિલ્હી યુનિવર્સિટી ટીચર્સ એસોસિએશન (DUTA) અને ABVP ના પ્રમુખ પદે પણ સેવા આપી ચૂક્યા હતા.
8 સપ્ટેમ્બર 2016 થી 19 જાન્યુઆરી 2018 સુધી, તેમણે ગુજરાતની સાથે મધ્યપ્રદેશના રાજ્યપાલના કાર્યાલયનો વધારાનો હવાલો સંભાળીને ફરજ પુરી કરી હતી. તેમને ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, જામનગરના કુલપતિ તરીકે પણ સેવા આપી હતી. કોહલીજીના નિધનથી ભાજપને ખુબ મોટો ફટકો પડ્યો છે. સરળ સ્વભાવના ઓમપ્રકાશ કોહલી ગુજરાતના રાજયપાલ તરીકેની જવાબદારી નિભાવી ચૂક્યા હતા. તેઓએ કમલા બેનીવાલનો કાર્યકાળ પૂર્ણ થતા આ હોદ્દો સંભાળ્યો હતો.
गुजरात के पूर्व राज्यपाल, भाजपा के वरिष्ठ नेता ओमप्रकाश कोहली जी के निधन का समाचार अत्यंत दुःखद है।
उनका समर्पण और सेवाभाव लोगों को हमेशा प्रेरित करता रहेगा।
ॐ शांति🙏🏻
— Harsh Sanghavi (@sanghaviharsh) February 20, 2023
હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને દુખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે ગુજરાતના પૂર્વ રાજ્યપાલ, બીજેપીના વરિષ્ઠ નેતા ઓમપ્રકાશ કોહલી જીના નિધનના સમાચારથી ખૂબ જ દુઃખ થયું છે. તેમનું સમર્પણ અને સેવા હંમેશા લોકોને પ્રેરણા આપશે. ઓમ શાંતિ
આ બેંકની ખુલી છૂટ, કહ્યું- અમે હજુ પણ અદાણીને જેટલી જોઈએ એટલી લોન આપશું, લાખો ગુજરાતીઓના ખાતા છે!
મુખ્યમંત્રી તેમજ રાજકીય નેતાઓએ તેમને સોશિયલ મીડીયાના માધ્યમથી શ્રદ્ધાંજલી પાઠવી રહ્યા છે.