ગુજરાતમાં વિદ્યાર્થીનીઓ સાથે અવારનવાર ખરાબ ઘટનાઓ બનતી રહે છે. એવી જ એક ઘટના હાલમાં બની છે જેતપૂરમાં. જેતપુરની કુંભાણી મ્યુનિ ગર્લ્સ હાઈસ્કૂલના શિક્ષકો જાણે શરમ નેવે મૂકીને આ્યા હોય એમ પોતાની ગરીમા ભૂલ્યા હતા અને વિદ્યાર્થિનીઓ સાથે અભદ્ર વર્તન કરવા લાગ્યા હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. જેથી કરીને વિદ્યાર્થિનીઓ અને વાલીઓએ સ્કૂલમાં જઇને ભારે હોબાળો મચાવ્યો. વાલીઓ અને વિદ્યાર્થીનીઓ દ્વારા શિક્ષકો વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠવા પામી છે.
જો કે વિગતો તો એવી પણ મળી રહી છે કે શિક્ષકોના અભદ્ર વર્તનને લઇને વિદ્યાર્થિનીઓએ અનેક વખત આચાર્યને ફરિયાદ પણ કરી હતી. તેમ છતાં અનેક ફરિયાદ બાદ પણ શિક્ષકો વિરુદ્ધ કોઇ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નહોતી. આ ઘટનાને લઇને ઉગ્ર રોષે ભરાયેલા વાલીઓ, વિદ્યાર્થીનીઓ અને ABVPના કાર્યકર્તાઓ જ્યારે ગર્લ્સ હાઇસ્કૂલ પહોંચ્યા હતા ત્યારે બધા જોતા રહી ગયા હતા. સાથે જ દરેકે એક માંગ કરી હતી કે શિક્ષકો વિરૂદ્ધ કાર્યવાહીની માંગ કરી અને પ્રિન્સિપાલને પણ કડક રજૂઆત કરવામાં આવી હતી. જો કે પ્રિન્સિપાલે આ ઘટનાને લઇને નિવેદન આપતા જણાવ્યું હતું કે, ‘આ ઘટના અંગે મને વિદ્યાર્થીનીઓએ કોઇ પણ જાતની રજૂઆત નથી કરી.’
જ્યારે આચાર્ય દ્વારા પણ આવી રજુઆત કરવામાં આવી ત્યારે વાલીઓ અને વિદ્યાર્થીનીઓ વધારે ગુસ્સે ભરાયા અને આ બાબતે ઉગ્ર રોષ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીનીઓ અને ABVP દ્વારા આ મામલે રેલી કાઢવામાં આવી. ત્યારે પોલીસે ABVPના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. તદુપરાંત વાલીઓએ આ મામલે શિક્ષકો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ પણ કરી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આખરે શિક્ષકો પર કાર્યવાહી કરવામાં આવશે કે પછી આવી ઘટનાઓને કોઈ ગંભીરતનાથી નહીં જ લે?