Gujarat News: ગુજરાત રાજકારણના એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલના નામે પ્રદેશ મંત્રી જ્હાન્વી વ્યાસ અને પ્રદેશમંત્રી શીતલ સોની સાથે છેતરપિંડીનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો છે. અજાણ્યા ઠગબાજે પ્રદેશમંત્રી શીતલ સોનીના ઘરે પાર્સલ મોકલ્યું હતું. જે બાદ રૂપિયા 1500 ચૂકવી પાર્સલ છોડાવવાની વાત કરી હતી.
જ્યારે આ સમગ્ર વાતમાં કંઈક લોચો લાગ્યો એટલે તરત જ શીતલ સોનીએ સીધો જ પ્રદેશ અધ્યક્ષના કાર્યાલયનો સંપર્ક કર્યો હતો. આ દરમિયાન તેમના ત્યાંથી આવું કોઈ પાર્સલ ન મોકલવામાં આવ્યું હોવાની વાત જાણવા મળી. જે બાદ શીતલ સોનીએ ફેસબુક પર પોસ્ટ કરી કાર્યકરોને સતર્ક રહેવા જણાવ્યું છે. જે હવે ચારેકોર વાયરલ થઈ રહ્યું છે અને રાજકીય ગલીઓમાં હાહાકાર મચી ગયો છે.
આ એક જ ઘટના નથી, પરંતુ આ જ રીતે ભાજપના પ્રદેશ મંત્રી જ્હાન્વી વ્યાસ સાથે પણ છેતરપિંડીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. નડીયાદ ખાતે આવેલા તેમના નિવાસસ્થાને પણ ભાજપ પ્રદેશ અધ્યક્ષના નામે પાર્સલ આવ્યું હતું. જેથી શંકા જતાં તેઓએ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ સાથે ફોન પર વાતચીત કરી હતી. જે બાદ તેઓએ પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકીને આ અંગે જાણકારી આપી હતી.
Gold Price: સોનું અને ચાંદી સસ્તા થયા, 1600 રૂપિયા ભાવ ઘટ્યા, શું દિવાળી સુધી ઘટાડો ચાલુ જ રહેશે?
ફેસબૂક પર પોસ્ટ કરીને વાત કરી કે આજે મારા પર આદરણીય પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સાહેબના નામથી એક પાર્સલ આવ્યું, જેમાં રૂ.1500 આપીને છોડાવા માટે કહેવડાવ્યું. કંઈક અજુગતું લાગતા મેં પ્રદેશ પ્રમુખ સાથે વાત કરી, આ દરમિયાન તેઓએ જણાવ્યું કે આવું કોઈ પાર્સલ ત્યાંથી મોકલવામાં આવ્યું નથી અને આ એક ફ્રોડ છે, કોઈએ પૈસા આપીને છોડાવવું નહીં.