Gujarat News: 2024ની લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય ગડમથલ તેજ થઈ ગઈ છે. કૉંગ્રેસે 26 વિરોધી પક્ષોને સાથે લઈ મહાગઠબંધન ઇન્ડિયાની જાહેરાત કરી છે. લોકસભાની ચૂંટણી પહેલાં વડા પ્રધાન મોદી સામે ચૂંટણીમાં ઝીંક ઝીલવા વિપક્ષોનું એકઠા થવું એ સમજી શકાય એવું પગલું છે. લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપ જે રણનીતિ અપનાવી રહ્યું છે એને લઈને ચર્ચા તેજ થઈ છે. ભાજપે નાના કદના પ્રાદેશિક પક્ષોને પોતાની સાથે લેવાની રણનીતિ અપનાવી છે. ત્યારે હવે ગુજરાતમાં પણ ભાજપ તૈયારી કરી રહ્યું છે અનેલ રાજકોટમાં સી.આર. પાટીલે નિવેદન આપ્યું છે.
રાજકોટમાં સી.આર.પાટીલનું નિવેદન સામે આવ્યું છે. લોકસભાની ચૂંટણીને લઇ પાટીલે ભાજપને મોજ આવે એવું નિવેદન આપ્યું છે અને સાથે જ તેમણે દાવો કર્યો છે કે “ગુજરાતની તમામ બેઠકો પર ભાજપની જીત થશે”. 5 લાખથી વધુની લીડ સાથે જીતનો પણ પાટીલે દાવો કર્યો છે. તો વળી ચૂંટણીમાં મહિલાઓ અને યુવાઓને તક અપાશે એવી પણ માહિતી વહેતી કરી છે.
1000થી વધારે લોકોના લાશોનો ઢગલો…. આજથી બરાબર 55 વર્ષ પહેલા પણ સિક્કિમમાં કુદરતે કહેર મચાવ્યો હતો
અમિતાભ બચ્ચન પૈસા કમાવાની જગ્યાએ લૂંટાઈ ગયા, ફરિયાદ નોંધાતા હવે 10 લાખનો દંડ ભરવો પડશે!
ઘોર કળિયુગનો બાપ! માતાએ તેના સગા દીકરાને કાપી નાખ્યો અને પછી ઉકાળીને ખાઈ ગઈ, કારણ જાણીને ગાળો ભાંડશો
ઉલ્લેખનીય છે કે ગુજરાત ભાજપનો મજબૂત ગઢ છે. ભાગ્યે જ કોઈને ગુજરાતમાં જીતવા પર શંકા હશે. આ અભેદ્ય કિલ્લામાં ત્રીજીવાર ક્લીન સ્વીપનો ઝંડો ફરકાવવા માટે ભાજપ નવી રણનીતિ બનાવી રહ્યું છે. I.N.D.I.A ગઠબંધનની અસર પાર્ટીના હાઈકમાન્ડમાં આંકવામાં આવી રહી છે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો છે. 2019 અને 2014ની ચૂંટણીમાં પાર્ટીએ તમામ સીટો જીતીને બધાને ચોંકાવી દીધા હતા. કોંગ્રેસ એક પણ બેઠક જીતી શકી નથી. હવે પાર્ટી કોઈપણ ભોગે પોતાનું પ્રદર્શન જાળવી રાખવા માંગે છે. તેથી રાજ્યમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સંભવિત ગઠબંધનને ધ્યાનમાં રાખીને ભાજપ સંપૂર્ણપણે સતર્ક થઈ ગયું છે.