આ છે ગુજરાતનો પાવર: જી-૨૦ દેશના પ્રતિનિધિઓ ધોળાવીરાની મુલાકાત લઈને અભિભૂત થયા, બધાએ કહ્યું- અમે ધન્ય થઈ ગયાં

Lok Patrika
By Lok Patrika
Share this Article

રાપર ( મુકેશ રાજગોર દ્વારા ): સફેદ રણ ધોરડો કચ્છ ખાતે પ્રથમ પર્યટન કાર્યકારી સમૂહ બેઠકમાં ભાગ લેવા માટે જી-૨૦ સભ્ય દેશો, આમંત્રિત દેશો તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વરિષ્ઠ પ્રતિનિધિશ્રીઓ તેમજ સહભાગીઓ પધાર્યા છે.

ત્યારે આજરોજ બેઠકના ત્રીજા દિવસે પ્રતિનિધિશ્રીઓ અને સહભાગીઓએ કચ્છના ખદીર બેટમાં સ્થિત પાંચ હજાર વર્ષ જૂની સભ્યતાના મહાનગર ધોળાવીરાની મુલાકાત લીધી હતી.

વૈશ્વિક ધરોહર ધોળાવીરા પહોંચતા જ કચ્છી સંસ્કૃતિ મુજબ ડેલિગેટ્સનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ધોળાવીરા મ્યૂઝિયમ‌ ખાતે પુરાતત્વ વિભાગના અધિકારીશ્રીઓ દ્વારા ડેલિગેટ્સને આવકાર આપીને હડપ્પન સંસ્કૃતિના મહાનગર ધોળાવીરા વિશે મોડેલ દ્વારા પ્રાથમિક માહિતી આપવામાં આવી હતી.

ઉષ્માભર્યા સ્વાગત બાદ ડેલિગેશનએ હડપ્પીય સંસ્કૃતિના મહાનગર ધોળાવીરા સાઈટની મુલાકાત લીધી હતી.

કેવી રીતે ધોળાવીરા મહાનગરનો વિકાસ થયો અને નગર નિયોજન સાથે ધોળાવીરા માનવ સભ્યતાના એક ઉત્તમ ઉદાહરણ તરીકે ઊપસી આવ્યું તેના વિશે જાણીને ડેલિગેટ્સ પ્રભાવિત થયા હતા.

આ મુલાકાત દરમિયાન હડપ્પીય સંસ્કૃતિ, રહેણીકરણી, મહાનગરમાં પાણી સંગ્રહની અદભૂત વ્યવસ્થા તેમજ સુરક્ષિત દિવાલો વિશે વિગતવાર માહિતી ડેલિગેટસને અપાઇ હતી. પ્રાચીન મણકા બનાવવાની ફેક્ટરી, સુઆયોજિત સ્ટેપ વેલ, અપર ટાઉન, મિડલ ટાઉન અને લોવર ટાઉન વગેરે જોઈને ડેલિગેટ્સ રોમાંચિત થયા હતા.

આ મુલાકાત દરમિયાન ભારત સરકાર ટૂરિઝમ વિભાગના સેક્રેટરી અરવિંદ કુમાર, પુરાતત્વીય વિભાગના એડીજી જાન્હવિજ શર્મા, ગુજરાત ટૂરિઝમ વિભાગના સેક્રેટરી હારિત શુક્લા, ગુજરાત ટુરિઝમ વિભાગના એમડી આલોક પાંડે, ગુજરાત ટૂરિઝમ વિભાગના જોઈન્ટ એમડી હનુમંતસિંહ જાડેજા, જિલ્લા કલેકટર દિલીપ રાણા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા હાજર હતા.

‘દીકરો જાણે છે કે હું ન્યૂડ મોડલ છું, તેને શરમ આવે છે, પણ એને એ નથી ખબર કે હું આ કામ….

એક રૂમમાં 25 લાશો અને લાશોને ગળે લગાડીને ચોધાર આંસુએ રડતો એક વ્યક્તિ… સીરિયાના આ પરિવારનું ભૂકંપમાં બધુ તબાહ

અદાણી જેવી જ જાળમાં ફસાયા’તા ધીરુભાઈ, પણ એવી ખતરનાક ગેમ રમ્યા કે દલાલોની ફાટી રહી, રડતા રડતા ધીરુભાઈ પાસે આવ્યા અને…

સાથે જ પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી સૌરભ સીંઘ ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા પીઆઈ વી કે ગઢવી પીએસઆઇ ડી આર ગઢવી કે. ડી રાવલ ડી. એલ. ખાચર વિગેરે અધિકારીઓ સહિત પ્રવાસન વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ, વિદેશ મંત્રાલયના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly