હવામાન વિભાગે કરી ઘાતક આગાહી, ગુજરાતના દરેક જિલ્લામાં મેઘરાજા ફરી વળશે, જાણો કઈ તારીખે ધોધમાર વરસશે

Lok Patrika Desk
By Lok Patrika Desk
rain
Share this Article

હવામાન વિભાગે આગામી પાંચ દિવસની આગાહી કરીને ગુજરાતમાં વરસાદ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. હવામાન કેન્દ્રના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ ગુરુવારે આગાહી કરીને ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. અમદાવાદમાં પણ પાંચ દિવસની આગાહીમાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં અતિથી અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

rain


ડૉ. મનોરમા મોહંતીએ પાંચ દિવસની આગાહી કરીને જણાવ્યું છે કે, આગામી પાંચ દિવસ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવનાઓ છે. સમગ્ર રાજ્યમાં વરસાદની સંભાવનાઓ છે પરંતુ કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના અન્ય ભાગોમાંથી કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ જોવાઈ રહી છે.

rain

રાજ્યમાં ફરી એકવાર તોફાની વરસાદની શક્યતાઓ છે. આ અંગેનું કારણ રજૂ કરીને ડૉ. મોહંતીએ કહ્યું છે કે, ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પર સર્ક્યુલેશન બનેલું છે. આ સાથે ઓફશોર ટ્રોફ પણ એક્ટિવ છે જેના કારણે ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. આ સિવાય પૂર્વ-પશ્ચિમનું શિયર ઝોન પણ આગળ વધવાની સંભાવનાઓ છે. જેના લીધે પણ સમગ્ર ગુજરાતને વરસાદ મળવાની સંભાવનાઓ છે.

rain

રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદ થવાની સંભાવનાઓ છે, જેના કારણે દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે. આ સાથે અમદાવાદમાં પણ ભારે વરસાદની સંભાવના આગામી પાંચ દિવસની આગાહીમાં વ્યક્ત કરવામાં આવી છે. જરુરી ચેતવણી છે તે અંગે મીડિયા તથા સરકારને જાણકારી આપવામાં આવી રહી હોવાનું પણ ડૉ. મોહંતીએ જણાવ્યું છે.

rain

આજે અમદાવાદમાં હળવાથી સામાન્ય વરસાદ થવાની શક્યતાઓ છે. જોકે, ભારે વરસાદ થવાની આજે સંભાવનાઓ ઓછી છે. આગામી દિવસોમાં અમદાવાદમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ જોવાઈ રહી છે. થંડરસ્ટ્રોમ એક્ટિવિટીના કારણે અમુક સમય માટે ભારે પવન ફૂંકાતા હોય છે અને આવું જ અમદાવાદમાં બુધવારે રાત્રે જોવા મળ્યું હતું.

rain

સૌરાષ્ટ્ર-કચ્છના ઉત્તર ભાગની દરિયા પટ્ટીના વિસ્તારો જેવા કે માંડવી (કચ્છ), મુંદ્રા, ન્યૂ કંડલા, નવલખી, જામનગર, સલાયા, ઓખા, પોરબંદરના માછીમારોને તથા દક્ષિણ ગુજરાતના દરિયા પટ્ટીના મૂળ દ્વારકા, વેરાવળ, દીવ, જાફરાબાદ, પીપાવાવ, વિક્ટર, ભાવનગર, અલંગ, ભરૂચ, દહેજ, મગદલ્લા, દમણના માછીમારોને શુક્રવાર (7 જુલાઈ)થી સોમવાર (10 જુલાઈ) સુધી ચેતવણી આપવામાં આવી છે.

હે ભગવાન! વર્લ્ડ કપ પેહલા ભારતની ક્રિકેટ ટીમ પર દુઃખોનો પહાડ તૂટ્યો, આ ખેલાડીનો થયો જીવલેણ અકસ્માત, માંડ જીવ બચ્યો

તાપીના વ્યારામાં નાસ્તો કરવા ગયેલા ધારાશાસ્ત્રીને જલેબીમાંથી નીકળી જીવાત, જોઈને બહાર ખાતા લોકોને ઉબકા આવશે

આજે ટામેટાંએ તોડી નાખ્યાં તમામ રેકોર્ડ, શાકભાજી મોંઘાદાટ થયા; જાણો આજનો ભાવ, મોંમા આંગળા નાખી જશો!

માછીમારોને ચેતવણી આપવામાં આવી છે તે સાથે 40-45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાત સિવાય મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ, લક્ષ્યદ્વીપ, મોલદિવ્સ અને કોમોરિનના વિસ્તારના માછીમારોને પણ હવામાન વિભાગે ચેતવણી આપી છે.


Share this Article
TAGGED: , ,