બાળકને ફોન જોવા આપતા માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, સુરતના બાળકે આખા ગુજરાતની આંખ ઉઘાડી દીધી

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Gujarat News : ફરી એકવાર વાલીઓ માટે ચેતવણીરૂપ બાબત (cautionary tale) સામે આવી છે. સુરતના કીમ (kim) ગામમાં ફટાકડા ફોડતી વખતે એક સગીર બાળકીને આંખમાં ઈજા થઈ હતી. બીજી તરફ કામરેજની રત્નાપુરી સોસાયટીનો ચાર વર્ષનો બાળક મોબાઈલ જોતા જોતા કામરેજ રોડ ચેક કરવા પોહચી ગયો હતો. જોકે, પોલીસની નજર બાળક પર પડતાં હેમખેમ બાળક તેના પરિવારને પાછું આપ્યું હતું.

 

 

ફટાકડા ફોડતી વખતે બાળકને આંખમાં ઈજા થઈ હતી.

સુરતના કીમ ગામમાં ફટાકડા ફોડતી વખતે એક સગીર બાળકીને આંખમાં ઈજા પહોંચી હતી. આંખને ગંભીર ઇજાઓ થતાં ઓપરેશન કરવામાં આવ્યું છે. અન્ય એક બાળકના જન્મદિવસની ઉજવણીમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા. ફટાકડા દરમિયાન બાળકીને આંખમાં ઈજા થઈ હતી. 3 વર્ષની આલિયા શેખની કિરણ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.  ગઈકાલે આલિયા શેખનો જન્મદિવસ પણ હતો. ઘરે જન્મદિવસ ઉજવ્યા બાદ તે બીજી બાળકીનો જન્મદિવસ ઉજવવા ગઈ હતી. આ ઘટના સુરતના કીમ ગામની છે.

 

જો ઈઝરાયેલ-હમાસ યુદ્ધ લાંબો સમય ચાલશે તો ભારત અને દુનિયાની વાટ લાગી જશે, અહીં સમજો આખી ABCD

નુસરત ઈઝરાયલથી સુરક્ષિત ભારત પરત ફરી, અભિનેત્રી હાફડી ફાફડી અને પરેશાન દેખાઈ, VIDEOમાં કહ્યું- મને ઘરે જવા દો…

BREAKING: હવે રાજકોટના ક્રિકેટ સ્ટેડિયમનું નામ બદલી નાખ્યું, જાણો ક્યા નામ તરીકે ઓળખાશે, ક્રિકેટમાં ખુબ મોટું યોગદાન

 

 

કામરેજની ચેતવણીનો રૂપ મામલો

આ મામલો વાલીઓ માટે ચેતવણી સમાન છે. કામરેજની રત્નાપુરી સોસાયટીમાં મહેમાન તરીકે આવેલા પરિવારનો બાળક મોબાઈલ ફોન લઈને ઘરેથી નીકળી ગયો હતો. બાળક મોબાઈલમાં જોતા જોતા કામરેજ ચાર રસ્તા પાસે પહોંચી ગયો હતો. જ્યારે બાળક રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે પોલીસની નજર બાળક પર પડી અને પોલીસે બાળકને બચાવી લીધો હતો. તેના હાથમાં રહેલા મોબાઈલ ફોન દ્વારા બાળકના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પોલીસે બાળકની માતાને પણ બોલાવીને જરૂરી તકેદારી રાખવા સૂચના આપી હતી.

 


Share this Article