ગુજરાત બોર્ડ ઓફ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન (GSEB) એ આજે 31 મે, ગુજરાત બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. ગુજરાત બોર્ડની ધોરણ 12 આર્ટસ અને કોમર્સ પ્રવાહની પરીક્ષાનું આજે સવારે 8 વાગ્યે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જે ઉમેદવારો આ વર્ષે ધોરણ 12મા બોર્ડની પરીક્ષામાં બેઠા છે તેઓ GSEB ની સત્તાવાર વેબસાઇટ gseb.org પર જઈને તેમનું પરિણામ જોઈ શકે છે.
સ્ટ્રીમ મુજબ પાસની ટકાવારી અને વિદ્યાર્થીઓ માટે વ્યક્તિગત પરિણામોની ઘોષણા પછી, ઉમેદવારોની માર્કશીટ તપાસવાની સીધી લિંક સત્તાવાર વેબસાઇટ પર લાઇવ થઈ ગઈ છે. વિદ્યાર્થીઓ તેમના પરીક્ષા રોલ નંબરની મદદથી વેબસાઈટ પર લોગીન કરીને તેમનું પરિણામ જોઈ શકે છે.
8:43 AM
GSEB 12મું પરિણામ 2023 જાહેર થયું: છોકરીઓએ મારી બાજી
ગુજરાત બોર્ડ 12ની પરીક્ષામાં છોકરાઓ કરતા છોકરીઓનું પરિણામ સારું આવ્યું છે. જ્યાં છોકરીઓનું પરિણામ 80.39 ટકા રહ્યું છે તો છોકરાઓનું પરિણામ 67.09 ટકા આવ્યું છે.
8:21 AM
GSEB 12મું પરિણામ 2023 જાહેર: પરિણામ જાહેર, તરત જ તપાસો
ગુજરાત બોર્ડ 12મા આર્ટસ એન્ડ કોમર્સ પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. ઉમેદવારો હવે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને તેમના પરિણામો ચકાસી શકે છે.
8:06 AM
GSEB 12મું પરિણામ 2023: પરિણામ તપાસવા માટે સીધી લિંક
ગુજરાત બોર્ડના 12મા આર્ટસ એન્ડ કોમર્સ સ્ટ્રીમના પરિણામો જોવા માટે, આપેલ સીધી લિંક પર જાઓ અને તમારા રોલ નંબરની મદદથી લોગિન કરો.
આ પણ વાંચો
1 જૂનથી બેંકો, ITR, ગેસ સિલિન્ડર સહિત ઘણા નિયમો બદલાશે, કરોડો ગ્રાહકોના ખિસ્સાને કરશે સીધી અસર
રાણો રાણાની રીતે… દેવાયત ખવડે નવી નકોર મર્સિડીઝ છોડાવી, તસવીરો અને વીડિયો વાયુવેગે વાયરલ
7:53 AM
GSEB 12મું પરિણામ 2023: ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે
ગુજરાત બોર્ડ ધોરણ 12 આર્ટસ અને કોમર્સ પ્રવાહનું પરિણામ સવારે 8 વાગ્યે જાહેર થવાનું છે. હવેથી, પરિણામ જોવા માટેની લિંક સત્તાવાર વેબસાઇટ પર લાઇવ થશે.