Gold and Silver Rate Today: કેન્દ્રીય બજેટ રજૂ થવાને હવે એકાદ દિવસની જ વાર છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ વચગાળાનું કેન્દ્રીય બજેટ રજૂ કરશે તે પહેલા જ સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા બે દિવસથી ચાલી રહેલી તેજી વચ્ચે આજે પણ ગોલ્ડ અને સિલ્વરના ભાવ વધ્યા છે. સપ્તાહના પહેલા કારોબારી દિવસે એટલે કે સોમવારે પણ સોના ચાંદીમાં ઉછાળો જોવા મળ્યો હતો.
MCX એક્સચેન્જ પર આજે સવારે 5 એપ્રિલ 2024ની ડિલિવરીવાળું સોનું 0.18 ટકા એટલે કે 113 રૂપિયાના વધારા સાથે 62,480 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થતું જોવા મળ્યું. જ્યારે 5 ફેબ્રુઆરી 2024ના રોજ ડિલિવરી માટેનું સોનું 0.32 ટકા 198 રૂપિયાના વધારા સાથે 62,384 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થતું જોવા મળ્યું. ચાંદીના ઘરેલુ વાયદા ભાવ પણ મંગળવારે સવારે વધારા સાથે જોવા મળ્યા. 5 માર્ચ 2024ના રોજ ડિલિવર થનારી ચાંદી 0.08 ટકા એટલે કે 57 રૂપિયાની તેજી સાથે 72,456 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર જોવા મળી.
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 163 રૂપિયા ઉછળીને 62,678 રૂપિયાના સ્તરે જોવા મળ્યું. જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ 149 રૂપિયા ચડીને 57,413 રૂપિયાની સપાટીએ જોવા મળ્યું. ચાંદીની વાત કરીએ તો હાલ ચાંદી પ્રતિ કિલો 424 રૂપિયા ચડીને 71,795 રૂપિયાના સ્તરે જોવા મળી રહી છે.
અદભૂત! ભારતના આ ગામમાં પોતાની જ મનમાની ચાલે, ભારતીય કાયદો અહીં લાગુ પડતો નથી, જાણો શું છે કારણ?
ચૂંટણી પહેલા ઈમરાન ખાન, શાહ મહમૂદ કુરેશીને મોટો ફટકો, સિફર કેસમાં 10 વર્ષની જેલ, જાણો સમગ્ર વિગત
અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.