Gold-Silver Price Today: આજે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. મધ્ય પૂર્વમાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે સોનાના ભાવ વધી રહ્યા છે. આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું (MCX ગોલ્ડ પ્રાઇસ) રૂ. 57700ના સ્તરને પાર કરી ગયું છે. જો આવી સ્થિતિ ચાલુ રહેશે તો દિવાળી પર સોનાના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી શકે છે. મતલબ કે આ વખતે દિવાળી પર સોનાના ભાવમાં વધારો જોવા મળી શકે છે.
MCX પર સોના અને ચાંદીના ભાવ
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાની કિંમત 0.25 ટકા વધીને 57715 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી ગઈ છે. આ સિવાય આજે ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે ચાંદી સસ્તી થઈ ગઈ છે. આજે ચાંદીની કિંમત 0.41 ટકા ઘટીને 68810 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર છે.
વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ
વૈશ્વિક બજારની વાત કરીએ તો સોનાની કિંમત એક સપ્તાહના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી ગઈ છે. કોમેક્સ પર સોનાની કિંમત 1875 ડોલર પ્રતિ ઔંસના સ્તરે છે. આ ઉપરાંત ચાંદીના ભાવમાં પણ વધારો નોંધાયો છે. કોમેક્સ પર ચાંદી 22 ડોલર પ્રતિ ઔંસની નજીક છે.
22 કેરેટ સોનાની કિંમત શું છે?
આજે દેશની રાજધાની દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત 53,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ સિવાય અમદાવાદમાં 53,400 રૂપિયા, બેંગ્લોરમાં 53,500 રૂપિયા, ચેન્નાઈમાં 53,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ સિવાય હૈદરાબાદ, કોલાટા અને મુંબઈમાં 22 કેરેટ સોનાની કિંમત 53,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
2000ની નોટની ડેડલાઈન પુરી, તમારી પાસે હજુ પણ હોય તો ચિંતા ન કરતાં, અમદાવાદમાં આ જગ્યાએ બદલી જશે
આ રાજ્યોમાં આગામી 3 દિવસ ભારે વરસાદ ખાબકશે, IMDએ જાહેર કર્યું એલર્ટ, વાદળો કાળા ડિંબાગ થઈ ગયાં!
આ 3 રાશિઓના ઘરે દસ્તક આપવા આવી રહી છે માતા લક્ષ્મી, 29 નવેમ્બર સુધી થશે બેહિસાબ ધનનો વરસાદ
તમારા શહેરની કિંમત તપાસો
તમે ઘરે બેઠા પણ સોનાની કિંમત ચેક કરી શકો છો. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, તમે 8955664433 નંબર પર મિસ્ડ કોલ આપીને કિંમત જાણી શકો છો. તમે જે નંબર પરથી મેસેજ કરશો તે જ નંબર પર તમારો મેસેજ આવશે.