Gold-Silver Rates Today: ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધની અસર ભારતીય શેરબજારની સાથે કોમોડિટી માર્કેટ પર પણ જોવા મળી રહી છે. સોના-ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. સોમવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોના અને ચાંદીમાં મિનિટોમાં મોટો વધારો નોંધાયો છે.
એમસીએક્સ પર સોનાનો દર
આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું રૂ. 57,000 પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યું હતું, પરંતુ થોડા સમય પછી તેમાં 1.18 ટકાનો ઉછાળો આવ્યો હતો અને 57,540 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર હતો. ઈન્ટ્રાડે હાઈ લેવલ રૂ. 57,561 પ્રતિ 10 ગ્રામ હતું. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ ઔંસ દીઠ 1,850 ડોલર હતો.
ચાંદીની કિંમત
બીજી તરફ એમસીએક્સ પર ચાંદીની કિંમત રૂ. 68,740 પ્રતિ કિલોગ્રામ પર ખુલી હતી અને 1.12 ટકાના ઉછાળા સાથે રૂ. 68,932 પ્રતિ કિલો પર પહોંચી હતી. ઈન્ટ્રાડે હાઈ લેવલ રૂ. 69,200 પ્રતિ કિલો હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીની કિંમત ઔંસ દીઠ 21.80 ડોલર હતી.
બાળકને ફોન જોવા આપતા માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, સુરતના બાળકે આખા ગુજરાતની આંખ ઉઘાડી દીધી
ઇઝરાયેલ પેલેસ્ટાઇન યુદ્ધની અસર
ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેના યુદ્ધને કારણે સોનાની માંગ વધી છે. રોકાણકારો સોના-ચાંદીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છે. આ ઉપરાંત, અન્ય લોકોને પણ કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ઇક્વિટી, મ્યુચ્યુઅલ ફંડ અને અન્ય સંપત્તિઓ વેચીને સોના અને ચાંદી તરફ વળી શકે છે. આવી સ્થિતિમાં સોનાની કિંમત આગામી થોડા દિવસોમાં ઊંચા સ્તરે પહોંચી શકે છે.