ખેડૂતો માટે મોટા સમાચાર! આ પાકને સરકાર ખરીદશે ટેકાના ભાવે

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Gujarat News : રાજ્યના ખેડૂતોને (farmers) તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ સીઝન 2023-24માં રાજ્ય સરકાર દ્વારા ડાંગર, બાજરી, જુવાર, રાગી, મકાઇની લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી ગુજરાત (gujarat) રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી. મારફતે કરવામાં આવશે. આગામી 1લી નવેમ્બરથી 15મી જાન્યુઆરી દરમિયાન આ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.

 

કેન્દ્ર સરકાર દ્વારા કોમન ડાંગર માટે રૂ. 2183 પ્રતિ ક્વિન્ટલ, ગ્રેડ-એ ડાંગર માટે રૂ. 2203 પ્રતિ ક્વિન્ટલ, મકાઈ માટે રૂ. 2090 પ્રતિ ક્વિન્ટલ, બાજરી માટે રૂ. 2500 પ્રતિ ક્વિન્ટલ, હાઈબ્રીડ જુવાર માટે રૂ. 3180 પ્રતિ ક્વિન્ટલ, માલદંડી જુવાર માટે રૂ. 3225 પ્રતિ ક્વિન્ટલ અને રાગી માટે રૂ. 3846 પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ નક્કી કરવામાં આવ્યા છે, ખરીદી સમયે ખેડૂતોએ પોતાનું આધારકાર્ડ/ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથેન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદ કરવામાં આવશે.

 

 

આગાહીકાર પરેશ ગોસ્વામીએ નવરાત્રિમાં વરસાદને લઈ કરી મોટી આગાહી, ખેલૈયા ખાસ જાણી લેજો, અંબાલાલથી કેટલી અલગ છે આગાહી?

 

ભારત કેનેડા વિવાદમાં માતા પિતાને ભારે ટેન્શન, ક્યાંક બાળકોના કરિયરની પથારી ન ફરી જાય, લાખો રૂપિયાનો ખર્ચો માથે પડશે

 

નવું વાહન ખરીદનારોઓ માટે મોટા સમાચાર, સરનામાના પુરાવા તરીકે ભાડાકરાર હશે તો નવું વાહન નહીં ખરીદી શકાય

 

 

લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોએ આગામી 1લી ઓક્ટોબરથી 31મી ઓક્ટોબર દરમિયાન ફરજીયાત ઓનલાઇન નોંધણી કરાવવી પડશે. સમગ્ર રાજ્યમાં ગ્રામ્ય કક્ષાએ VCE મારફત પણ ઓનલાઈન નોંધણી કરી શકાશે, આ નોંધણી માટે આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો 7/12, 8-અની નકલ, ગામ નમૂના 12માં પાક વાવણી અંગે એન્ટ્રી ના થઇ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના નામના બેંક ખાતાની વિગત સહિતના સાધનિક પુરાવાઓની નકલ સાથે અરજી કરવાની રહેશે.

 


Share this Article