હાલમાં ગુજરાતના વિદ્યાર્થીઓ માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. કારણ કે જે વિદ્યાર્થીઓ ધોરણ 10માં નાપાસ થાય છે એ લોકો નાસીપાસ થાય છે. પરંતુ હવે એવું કંઈ જ નહીં થાય, કારણ કે સરકારે એક નિયમ બહાર પાડ્યો છે જેનાથી લાખો વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આંકડો એવું કહે છે કે દર વર્ષે ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં સરેરાશ 4 લાખ જેટલા વિદ્યાર્થીઓ નાપાસ થતા હોય છે.
એવા વિદ્યાર્થીઓ ફરીથી ધોરણ 10માં એડમિશન લઈને અભ્યાસ કરવા માંગતા હોય છે. જેથી વિદ્યાર્થીઓની ઈચ્છાને ધ્યાને લઈને શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરસમક્ષ શાળા સંચાલક મંડળે રજૂઆત કરી હતી. ત્યારે હાલ એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેમની રજૂઆતને સ્વીકારી લેવામાં આવી છે.
5 વર્ષ પહેલા રદ થયેલો નિયમ ફરીથી લાગુ થયા બાદ અંદાજિત વર્ષે 4 લાખથી વધુ વિદ્યાર્થીઓને ફાયદો થશે. આ વર્ષે એટલે કે 2023થી ધોરણ 10ની પરીક્ષા આપનારા અને નાપાસ થનારા વિદ્યાર્થીઓમા માટે આ નિયમ લાગુ કરાશે. ધોરણ 10માં નાપાસ થનારા વિદ્યાર્થીઓને રેગુયલર વિદ્યાર્થીની જેમ જ શાળામાં પ્રવેશ આપવામાં આવશે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, શાળા સંચાલક મંડળની રજૂઆતને શિક્ષણ વિભાગ દ્વારા સ્વીકારવામાં આવી છે. આ મામલે શિક્ષણ બોર્ડ દ્વારા ટૂંક સમયમાં જ પરિપત્ર જાહેર કરવામાં આવશે.