બિપોરજોય વાવાઝોડાના કારણે 3 કરોડની સહાય, આયુષ્માન કાર્ડમાં આ તારીખથી 10 લાખનો લાભ

Desk Editor
By Desk Editor
Share this Article

Gujarat News : ગુજરાતના જખૌ પોર્ટ પર ત્રાટકેલા બિપોરજોય વાવાઝોડાએ ભારે વિનાશ વેર્યો હતો. બિપોરજોય વાવાઝોડાના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે નુકસાન થયું હતું. વાવાઝોડાના કારણે લોકોના ઘર પણ ધરાશાયી થયા હતા, વીજપોલ પણ ધરાશાયી થયા હતા. ત્યારે ગુજરાત સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા 1.53 લાખ લોકોને 3 કરોડની સહાય ચૂકવવામાં આવી છે. જેમાં પશુ સહાય માટે 4.41 કરોડની સહાય ચૂકવાઈ છે. તો કાચા મકાન માટે 1.68 કરોડની સહાય ચૂકવાઈ છે.

3 કરોડની સહાય ચૂકવામાં આવી 

તાજેતરમાં જ ગુજરાત ઉપર ત્રાટકેલા બિપોરજોય વાવાઝોડાના કારણે આઠ જિલ્લામાં ખેતી તેમજ બાગાયતી પાકોમાં અને મત્સ્યોદ્યોગમાં ભારે નુકસાન ઉપરાંત પશુમૃત્યુ પણ નોંધાયા હતા. આ કુદરતી આફતના કારણે સ્થાનિક લોકો, ખેડૂતો, પશુપાલકો અને માછીમારોને થયેલા આર્થિક નુકસાનમાં સહાયરૂપ થવા રાજ્ય સરકાર દ્વારા સર્વે કરાવવામાં આવ્યો હતો.

ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા 3 કરોડની સહાય ચૂકવવામાં આવી છે. જેમાં પશુ સહાય માટે 4.41 કરોડ ચૂકવવામાં આવ્યા છે. જ્યારે કાચા મકાન માટે 1.68 કરોડની સહાય ચૂકવવામાં આવી છે. PMJAY અંતર્ગત 10 લાખની સહાય ચૂકવાઈ છે. આ અંગે સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જાણકારી આપી છે.

ખેતી નુકસાન અંગે જાહેર કરાશે પેકેજ 

પાક નુકસાની અંગે ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, ખેતી અને બાગાયતી પાકના નુકસાનનો અહેવાલ મળ્યો છે.  કેટલી રકમ ચૂકવવી અને ક્યારે ચૂકવવી તે બાબતે કૃષિમંત્રી, નાણા વિભાગ અને મુખ્યમંત્રી સાથે ચર્ચા કરીને નિર્ણય લેવાશે. ટૂંક સમયમાં ખેતી નુકસાન અંગે પેકેજ જાહેર કરાશે.

OMG! શૂટિંગ દરમિયાન શાહરૂખ ખાનનો ભયંકર અકસ્માત થયો, નાકમાંથી લોહી નીકળવા લાગ્યું, સર્જરી કરવી પડી

ધારો કે આજે જ થઈ જાય લોકસભાની ચૂંટણી તો કોની સરકાર બનશે? સર્વેમાં આંકડા જોઈને ચોંકી જશો

ઓડિશા ત્રિપલ ટ્રેન અકસ્માતમાં અસલી ખુલાસો થઈ ગયો, આ કારણે 3 ટ્રેનો અથડાઈ અને 293 લોકો મરી ગયાં

 

અગાઉ રાજ્ય સરકાર દ્વારા સહાય કરાઈ હતી જાહેર

કપડા અને ઘરવખરી નુકસાન માટે 7 હજાર રૂપિયાની સહાય , સંપૂર્ણ નાશ થયેલા કાચા પાકા મકાનોમાં 1 લાખ 20 હજારની સહાય, આંશિક નુકસાન થયેલા પાકા મકાનોમાં 15 હજારની સહાય, આંશિક નુકસાન થયેલા કાચા મકાનોમાં 10 હજારની સહાય, સંપૂર્ણ નાશ થયેલા ઝુંપડા માટે 10 હજારની સહાય, ઘર સાથેના શેડ નુકસાન માટે 5 હજારની સહાય.


Share this Article