-હરજીભાઈ ડાયાભાઈ કારેણા
આમ તો મારો જન્મ સવંત ૨૦૦૫ ની આસપાસ પોરબંદર નાં એક લુહાર નાં વાળા માં થયેલો. મારાં શરીર ની બનાવટ માં ધૂસરું. કાગવું.ઉયધૂ.ઓસળ. ઉપરી. પાડો. સળાયા. સમેલું. બધી વસ્તુ સાગ માંથી બનાવેલી. પયળા નાં પાટા. ઉટળો. માકળી.. કાગવું.ધરો.સળાયા .વગેરે લોખંડ માંથી બનાવેલ એ સમય નું લોખંડ પણ એવુ ટકાઉ હો આજે પોણોહો વરહ થયા તોય હજી કાટ નથી બેઠો..એ બધી વસ્તુ ભેગી કરીને એક બીજામાં ફિટ થઈ ને મારો જન્મ થયેલો.
મારાં પયણા રાણાવાવ ની બાજુ આવેલા દેવળા ગામ થી મંગાવેલા ને મારાં શરીર સાથે જોળી ને મારો પૂર્ણ રૂપ માં જન્મ થયેલો.
મારો જન્મ થતા મારાં ગામથી દૂર જામનગર જિલ્લા નાં જામજોધપુર તાલુકાના ઝીણાવારી ગામ માં ડાયાભાઈ દેવાણંદભાઈ સગર ને ત્યાં મને રૂપિયા ૪૦૦ માં મને વેચેલું..
મારું વેચાણ થતા મને ગોરીયો અને રસુલ નામના બે બાલદો ને મારી હારે જોળતા મારી સફર શરૂ થઇ મને પોરબંદર થી રાતે ૮ વાગે સફર ચાલુ થઇ ને સવારે ૬વાગે ૧૨૦ કી. મી કાપીને મારાં કર્મ સ્થળે પુગ્યા.
એ સમયે તો મારો જમાનો હો ભાઈ મારી જુવાની ભરપૂર ગામ માં લગન હોઈ તો વરરાજો મારી પીઠ ઉપર બેસે મારી ઉપર ભાત ભાત નાં કલર ફૂલ ગોદળા ઓઢાળી ને મારો શણગાર થાય
મારાં ગોરીયો અને રસુલ બળદ ઉપર જુલ્યું. માથાવટી. સિંગરોટી. ધૂઘરા વગેરે થી શણગાર થતો
જાન નાં હૂ જાવ ત્યારે અમારી દોળ ની હરીફાઈ થતી અમારી ભર જુવાની માં અમારો અવાજ પણ ન કરીયે એટલા અવાજ વગર અમે દોળતા અને અમારી નાત નાં ગયઢા ગાડાં અમારી હારે કીચળુક કીચળુક મધુર અવાજ કરતા અમને હિંમત આપતાં અમારી હારેજ દોટ મુકતા..
મેં ઘણી જાનુ કરિયું ને મારો પેલો નંબર આવતો એટલે મને જુતેલા મારાં બળદો ને ઘી ની નાળો પવાતી ને શરીરે મધુર સ્પર્શ થતા
મારી ઉપર બેસેલો મારાં અસવાર નાં હાથ માં ચલમ જગમગતિ હોઈ મોઢા માંથી દુહા નો લલકાર હોઈ કોઈ સામે મળે તો રામ રામ નાં મધુર સ્વર ગુંજતા હોઈ શું એ જમાનો હતો..
મારી ભેટ માં તલવાર ભાલા જામગરી પડેલી હોઈ ને મર્દ મુસાળા ની સવારી હોઈ ને ઘણીવાર ઢીંગણાં પણ ચાલુ રસ્તે કરેલા
ખેતરે મોસમ પાકે એ મગફળી. તુવેર. મગ. મઠ. એ અનાજ મારી પીઠ પર મૂકીને સાંજ પળતા અમે ઘરભણી વાટ પકળતા..
સાંજે વાળું કરીને મારાં પળથાર પર બેસી ને ભાભા હાથ માં ચલમ હુક્કો જગાવે ને અલક મલક ની વાતો કરે બાપા નાં ખોળા માં છોકરા સુતા હોઈ એમને વાર્તા સંભળાવતા સત્સંગ થતા.. આજની જેમ કોઈ ની ખણખોદ નોતી કરતા.. સવાર પાળતા ફરી ખેતરે ઉપળતા ને રોજિંદા કામ કરતા
ચોમાશું આવતા તો મારાં આખા શરીર ને ઘી તેલ થી તરબોતળ માલીસ કરીને મને ઉંચા પળથાર ની ઓસરી માં મારાં માલિક મને ઉંચકી ને ઓસરી માં વરસાદ ન પળે એમ ઢાંકી ને મૂકી દેતા..
આજે તમે ભલે આધુનિક છો પણ તમારા માં તાકાત નથી રહી મારાં માલિક મને એકલા હાથે તેળી ને મને ઓસરી માં ચળાવી દેતા..
આજ ભલે આધુનિક યુગ હોઈ તમારી પાસે મર્સીડીઝ.. BMW જેવી મોંઘી ઘાટ ગાડિયો છે મકાન બંગલો છે પણ અમારા જમાના માં જે સુખ હતું એ તમે આજ ની પેઢી ક્યારેય નાં અનુભવી શકો..
એ જમાનો આટલો જળપી નોતો પણ અમે પ્રકૃતિ સાથે જીવ્યા છીએ આજ જે પ્રકૃતિ ને જે બરબાદ કરી છે થોળા સ્વાર્થ ખાતર જીવો ને માર્યા અમુક જીવ નાં આજ નામ નિશાન નથી
અમે એમને સાથે રાખી ને જીવ્યા છીએ.. અરે હૂ વાળીએ રોકાતો ત્યારે અમારી ઉપર દિપળા સુતા એ મર્દાનગી થી અમે જીવ્યા છીએ..
વરસાદ તળકો કે ટાઢ હોઈ અમારા ખેડુ અમારી નીચે બેસીને ભોજન કરતા વિસ્રામ કરતા મોઢા પર પસેળી નાખી ને મીઠી નીંદર ખેંચતા
મારી ઉંધ માં ઓઢણાં ને બાંધી ઘોળિયું બનાવી નાના છોકરા મીંઢી નીંદર ખેંચતા ને મોટા થતા
આજ તમારી પાસે AC છે સુખસુવિધા છે પણ એ ઊંઘ નથી
એનું કારણ એ છે એ જમાના માં નિસ્વાર્થ પ્રેમ હતો આજ ની જેમ છળકપટ નોતા રાગ દ્વેષ નોતા
ખેર એ જમાનો ગયો એ પ્રેમાળ પેઢી પણ લુપ્ત થવા ને આરે છે આજ નથી અમારી આ ધીમી ચાલ સાથે ચાલવા નો સમય આજે અમે પણ લુપ્ત થવા ને આરે છીએ અમારા જેવા અમુક બચ્યા એ કા કોઈ અવાવરું વાળા માં પળ્યા કે આવવારું જગ્યા એ કોઈ ને આડા ના આવ્યે એ રીતે ગોઠવાય ને ટાઢ તળકો ને વરસાદ નો માર જીલીયે છીએ.. અમારી પર સવારી કરનારા અમને હેત કરનારા કે અમારી સંભાળ રખનારા નથી રહ્યા અમારી વેદના કોને કહીયે..
આજ અમે ક્યાંક ખૂણા માં પળ્યાં પળ્યા તમારી આ નવી પોતાને હોશિયાર ગણાવનાર પેઢી ને જોતા જોતા અમારા જમાના ને વાગોળ્યે છીએ.. એ જમાના માં લગ્ન થઇ ને વરવધુ મારાં પરણીને સવાર થતા શું મર્યાદા હતી એક બીજા નું મોં પણ ક્યારેય નાં જોયું હોય માથા થી નીચે સુઘી એ ઓઢણાં ની લાજ એનું મોઢું જોવા નાં મળે ને આજ નાં જમાના ને હૂ જોવ મોટી ગાડીયો માં ઠઠઠા મસ્કરી..
નઈ કોઈ લાજ મર્યાદા નથી કોઈ ગીતો માં નાદ કે આનંદ કે કરુણા કે મર્મ કે નથી કોઈ પાસે સમય
નથી રહી આજ લાજ શરમ.માન. મર્યાદા. કે મોભો ખેર તમારો જમાનો તમને મુબારક સાચી વાત તો એ છે કે આ જમાના ને અમે સહન પણ ના કરી શકીયે
ખેર કાંઈ ભૂલચૂક થઇ હોઈ તો માફ કરજો વર્ષો જૂની દબાવેલી વેદના આજ મારાં હૃદય માંથી નીકળી ગઈ હવે તો અમે ખરતા પાન છીએ
ભૂલચૂક માફ કરજો
લી..મારાં બાપુ )
ઝીણાવારી