અંબાલાલ પટેલની આગાહી… વહેલી સવારે કડકડતી ઠંડીનો અહેસાસ, ગુજરાતના આ ભાગોમાં આવશે વાતાવરણનો પલટો, જાણો

Desk Editor
By Desk Editor
Share this Article

Gujarat Weather Update:  હાલ તો ગુજરાતમાં ઉત્તર-ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઇ રહ્યા છે. જેના કારણે વહેલી સવારે ઠંડીનો અહેસાસ થાય છે. તેવામાં આગામી 3 દિવસ તાપમાન અને વાતાવરણ યથાવત રહેશે. 3 દિવસ બાદ 2થી 3 ડિગ્રી વધવાનું અનુમાન છે. એટલે ઠંડીમાં ઘટાડો થશે. આવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગામી સમયને લઇને આગાહી કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં દેશના હવામાનમાં મોટા ફેરફારો થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. પવનના તોફાનો, ભારે કમોસમી વરસાદ, હિમ વર્ષા સાથે દેશના ઉત્તરિય પર્વતિય પ્રદેશોથી પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાનના ભાગો સુધીમાં તેની અસર થવાની શક્યતા રહેશે. 24 જાન્યુઆરીથી દેશના ઉત્તરિય પર્વતિય વિસ્તારોમાં હવામાન પલટાશે અને ઠંડીનો ચમકારો આવી શકે છે.

આ વખતે ઉત્તર ભારતમાં ભારે હિમ વર્ષા થઇ નથી. પરંતુ ફેબ્રુઆરીની શરુઆતમાં ભારે હવામાનમાં પલટા આવશે. દેશના ઉત્તરિય પર્વતિય પ્રદેશોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. 11થી 12 ફેબ્રુઆરીમાં ઠંડા પવન ફૂંકાય અને 14 ફેબ્રુઆરી સુધીમાં વાદળછાયું વાતાવરણ રહી શકે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી શકે છે.

11થી 13 ફેબ્રુઆરી ઠંડીમાં એક રાઉન્ડ આવશે. ફેબ્રુઆરીમાં બે રાઉન્ડ ઠંડીના આવશે. એક રાઉન્ડ ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં અને બીજો રાઉન્ડ 11 ફેબ્રુઆરી આસપાસ આવશે. 19 અને 20 ફેબ્રુઆરીની સુધીમાં ઠંડીની શક્યતા રહેશે અને દિવસનું તાપમાન ધીમે-ધીમે વધતું જશે

Breaking News: મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરનું વેઈટિંગ લિસ્ટ જાહેર, 6 અને 7 ફેબ્રુઆરીએ કરાશે ફાળવણી, જાણો વધુ વિગત

શું 16 એપ્રિલ 2024ના રોજ યોજાશે લોકસભાની ચૂંટણી? દિલ્હીના CEOએ જવાબ આપ્યો, ચૂંટણી પંચ માટે આ વાત છે અઘરી…

ICCએ જાહેર કરી ‘ODI ટીમ ઓફ ધ યર 2023’, ટીમના 6 ખેલાડીઓને મળ્યું સ્થાન, આ ખેલાડીની કરી ખોટી અપેક્ષા, જાણો કેમ?

25થી 29 જાન્યુઆરી સુધીમાં દેશના ઉત્તરિય પર્વતિય પ્રદેશો, ગુજરાતના ભાગો સુધીમાં પલટો આવી શકે છે. વાદળો આવી શકે અને લઘુતમ તાપમાન વધી શકે છે. ઠંડી ગાયબ થઇ ગઈ હોય તેવો અહેસાસ થશે. કચ્છના કેટલાક ભાગમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. ઘણા ભાગોમાં વાદળો આવી શકે અને ક્યાંક-ક્યાંક છાંટા પડી શકે છે.


Share this Article