Gujarat weather : રાજ્યમાં ઉત્તર-પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ (IMD Ahmedabad weather) એ આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ સુધી હવામાન શુષ્ક રહેશે. સાથે જ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આગામી સમયમાં અરબી સમુદ્રમાં હળવા દબાણ અને ભારે વરસાદ પડી શકે છે.તો ચાલો હવામાન વિભાગ, હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી પર એક નજર કરીએ, આગામી કેટલાક દિવસો સુધી રાજ્યમાં હવામાન કેવું રહેશે.
અમદાવાદ હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ એટલે કે 6 નવેમ્બર સુધી સમગ્ર ગુજરાત સૂકુ રહેશે. આ સાથે તેમણે કહ્યું કે મહત્તમ અને લઘુત્તમ તાપમાન યથાવત રહેશે. રાજ્યમાં સવારે અને મોડી રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાશે, જ્યારે બપોર બાદ કાળઝાળ ગરમી પડશે, જેના કારણે બેવડું વાતાવરણ જોવા મળશે.
હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીની યુટ્યુબ ચેનલના જણાવ્યા અનુસાર, “5 નવેમ્બર સુધી ગુજરાતના હવામાનમાં કોઈ અસ્થિરતાના સંકેત નથી. એટલે જો આ દસ દિવસમાં ખેતીના કામમાં કોઈ કાપણી કરવી હોય તો તમે કરી શકો છો. જે ખેડૂતોની કાપણી થઈ ગઈ છે અને ખેતરો તૈયાર થઈ ગયા છે તેમને હજુ રાહ જોવી પડશે. શિયાળુ પાકનું તાપમાન હજુ પણ ઉંચુ રહે છે. દિવાળી બાદ એટલે કે 20 નવેમ્બર બાદ તાપમાનમાં ઘટાડો થશે. તેથી શિયાળુ પાકની વાવણી થાય તેની રાહ જોવી પડશે. રાજ્યમાં એકંદરે હવામાન વિશે વાત કરતાં ગોસ્વામીએ જણાવ્યું હતું કે, “તાપમાન ઊંચું રહેશે અને આગામી 10 દિવસ સુધી હવામાન સૂકું રહેશે.”
તો બીજી તરફ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આ વર્ષે નવેમ્બરમાં વહેલી ઠંડી પડવાની શક્યતા રહેશે. આ દિવસોમાં એક પછી એક વિક્ષેપો આવશે. ૩ થી ૮ નવેમ્બર દરમિયાન એક મજબૂત વેસ્ટન વિક્ષેપ થશે. સાથે જ હિમાચલ, જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન, ગુજરાતના કેટલાક ભાગોમાં હળવા વરસાદની સંભાવના છે. તેમની આગાહી મુજબ 7 નવેમ્બરે બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાવાની સંભાવના છે.
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 5થી 12 નવેમ્બર સુધી બંગાળની ખાડીમાં હળવા દબાણની શક્યતા રહેશે. આ દરમિયાન અરબ સાગરમાં હવાનું થોડું દબાણ પણ બની શકે છે. બંગાળની ખાડીમાં 16થી 24 નવેમ્બર સુધી ભારે પવન ફૂંકાવાની સંભાવના છે. દક્ષિણ ભારતમાં 24 નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆતમાં ભારે વરસાદની સંભાવના રહેશે. આ સમય દરમિયાન ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવી શકે છે.
રૂકો, જરા સબર કરો… દિવાળી પર ડુંગળીના ભાવ ભૂક્કા કાઢશે, તમારા બજેટની પથારી ફેરવશે એવું લાગે છે!
દેશનો સૌથી સસ્તો ગેસ સિલિન્ડર અહીં મળી રહ્યો છે, લોકોની પડાપડી થઈ, કિંમત માત્ર 474 રૂપિયા
તેમણે કહ્યું કે આ વર્ષે અલ નીનોની અસર ચોમાસાની ઋતુ પર જોવા મળી છે અને અલ નીનોની અસર માર્ચ સુધી રહે તેવી સંભાવના હજુ પણ છે. આજે સવારે ઠંડી પડશે અને લઘુત્તમ તાપમાન 22 ડિગ્રીની આસપાસ રહેશે. મહત્તમ તાપમાન વધારે રહેશે. ખાસ કરીને ઘઉંના વાવેતર માટે 15 નવેમ્બરથી હવામાન સારું માનવામાં આવે છે.