હજુ ગઈકાલે જ આરોગ્ય વિભાગે કહ્યું હતું કે ભારતમાં કોરોના મહામારીની આગામી લહેર આવવાની સંભાવના છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં 796 નવા કેસ સામે આવ્યા છે અને હવે દેશમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4,46,93,506 થઈ ગઈ છે. નિષ્ણાતોનું કહેવું છે કે કોરોનાનું નવું સ્વરૂપ (Coronavirus New Variant) ખૂબ જ ચેપી છે અને તે ખૂબ જ ઝડપથી ફેલાઈ શકે છે. ત્યારે હવે કેન્દ્રીય આરોગ્ય વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરી ગુજરાત સહિત છ રાજ્યોમાં તાત્કાલિક આરોગ્ય વ્યવસ્થા ઉભી કરવા માટે સૂચના આપી દીધી હતી.
આ સુચના બાદ હવે આ મામલે ગુજરાતના અધિક મુખ્ય આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલએ નિવેદન આપી જણાવ્યું કે કોરોના સામે સાવચેતીના ભાગરૂપે કેન્દ્ર પાસેથી આગાઉ જ ડોઝની માંગણી કરી લેવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના તાજેતરના ડેટા અનુસાર, કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને પુડુચેરીમાં કોરોનાવાયરસ ચેપને કારણે એક-એક દર્દીનું મૃત્યુ થયું છે. આવી સ્થિતિમાં, નવા કેસોમાં ઝડપથી વધારો ચિંતાજનક છે. આના માટે જાગૃતિ જરૂરી છે, જેથી બેદરકારીના કારણે વસ્તુઓ બગડી જાય.
કોરોનાને લઇને ગુજરાતમાં પણ હાલ ચિંતાજનક સ્થિતિ જોવા મળી રહી છે. દિવસેને દિવસે કોરોના પોઝીટીવ કેસોમાં બેફામ વધારો જોવા મળી રહ્યો છે. જેને લઈ આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવ્યું છે. ગુજરાતમાં બીજી બાજુ તમામ હોસ્પિટલોને પણ સતર્ક રહેવા સૂચના આપી દેવામાં આવી છે. સાથે સાથે હોસ્પિટલમાં સ્ટાફને પણ જરૂરી તાલીમ આપી કોરોનાના ખતરાને ટાળવા પ્રયાસ કરાઈ રહયા હોવાનું મનોજ અગ્રવાલે કહ્યું હતું.
તો આ તરફ H3N2 સીઝનલ ફ્લુની સારવાર વર્ષોથી રાજ્ય અને દેશમાં ઉપલબ્ધ છે. આ રોગથી સંક્રમિત દર્દીની સારવાર માટેની ઓસેલ્ટામિવીર દવા કારગત સાબિત થાય છે. જેનો 2,74,400 જેટલો જથ્થો રાજ્યના વેરહાઉસ ખાતે ઉપલબ્ધ છે. રાજ્યમાં 111 સરકારી લેબ અને 60 ખાનગી લેબમાં હાલ H1N1 સીઝનલ ફ્લુના ટેસ્ટીંગની સુવિધા ઉપલબ્ધ છે. વધુમા જરૂર જણાયે કુલ 200 થી વધુ લેબમાં ટેસ્ટીંગ સુવિધા ઉપલબ્ધ કરાવી શકાય તે પ્રકારનું સરકારે આયોજન હાથ ધર્યું છે. મંત્રીએ વધુમાં કહ્યું હતુ કે, ઇન્ફ્લુએન્ઝા-એ પોઝીટીવ અન H1N1 પોઝીટીવ આવે. ત્યારે તે દર્દીન H1N1 પોઝીટીવ ગણવામાં આવે છે. જ્યારે ઇન્ફ્લુએન્ઝા-એ પોઝીટીવ હોય અને H1N1 નેગેટીવ હોય. ત્યારે દર્દીને H3N2 શંકાસ્પદ પોઝીટીવ ગણીને સારવાર હાથ ધરવામાં આવે છે.
આકાશ અંબાણીની સાળી પાસે બોલિવૂડની અભિનેત્રીઓનું કંઈ ના આવે, લોકોએ તસવીરો જોઈ અપ્સરા સાથે કરી સરખામણી
સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 5 હજારને વટાવી ગઈ છે અને તમામ સંક્રમિતોની સારવાર કરવામાં આવી રહી છે. કોરોનાના નવા કેસ વધવા પાછળ તેના સબ-વેરિઅન્ટ XBB 1.16 અને XBB 1.15ની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને પુડુચેરીમાં કોરોના વાયરસના ચેપને લઈને તકેદારી રાખવા માટે કહેવામાં આવ્યું છે. નિષ્ણાતો કહે છે કે XBB.1.16 કોરોનાનું વેરિઅન્ટ XBBનું પેટા પ્રકાર છે. તેની સીધી અસર રોગપ્રતિકારક શક્તિ પર પડે છે. જેના કારણે ગળામાં દુખાવો, શરદી, દુખાવો અને તાવ જેવા લક્ષણો સામે આવ્યા છે. જો કે, કેટલાક લોકોએ થાક, માથાનો દુખાવો, વહેતું નાક, સ્નાયુઓમાં દુખાવોની ફરિયાદ પણ કરી છે.