હવામાન વિભાગે ફરી નવી આગાહી કરી, ગુજરાતના આ જિલ્લાઓમાં મુશળધાર મેઘો ખાબકશે, આ વિસ્તારમાં તો પુર આવશે

Lok Patrika Desk
By Lok Patrika Desk
heatwave
Share this Article

રાજ્યમાં ફરી કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. આ સાથે રાજ્યમાં ગરમીમાં પણ વધારો થયો છે. આ તરફ હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદી માહોલ સર્જાશે. આ તરફ આવતીકાલથી 2 દિવસ અમદાવાદમાં હિટવેવની આગાહી કરાઇ છે. જેને લઈ 15 અને 16 એપ્રિલે શહેરનું તાપમાન 41ને પાર પહોંચી નોંધાઈ શકે છે.

heatwave

આગામી 5 દિવસ સુધી સૂકું વાતાવરણ

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ સુધી સૂકું વાતાવરણ રહે અને આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં કમોસમી વરસાદ પડે તેવા સંજોગો જણાઈ રહ્યા છે. આપને જણાવી દઈએ કે ગઈકાલે અમદાવાદ, સુરેન્દ્રનગર અને રાજકોટમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને આંબી જતા લોકોને આકરો તાપ સહન કરવાનો વારો આવ્યો હતો.

rain

રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી

હવામાન વિભાગે હવે રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. જેમાં ડાંગ, નવસારી, વલસાડ, સુરત, સાબરકાંઠા, બનાસકાંઠા, મહીસાગર, અરવલ્લીમાં વરસાદી માવઠાની આગાહી કરાઇ છે. આ સાથે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દ્વારકા, કચ્છમાં વરસાદની શક્યતા છે.

heatwave

ગઈકાલે હવામાન વિભાગે શું કરી હતી આગાહી ?

રાજ્યમાં ફરી કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી 5 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે. હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈને પણ આગાહી કરવામાં આવી છે. 15 અને 16 એપ્રિલે અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. 15 એપ્રિલથી અમદાવાદમાં ગરમી વધવાની શક્યતા છે.

આ વખતે ગરમી તમામ રેકોર્ડ તોડી નાખશે, અત્યાર સુધીની સૌથી ગરમ ફેબ્રુઆરી, તાપમાનમાં આટલો વધારો થશે કે…..

8 વર્ષ સુધી ભાઈ ભાઈ કહેતી હતી એની સાથે જ લગ્ન કરી લીધા, આ મહિલાને જોઈ લોકોએ કહ્યું- ‘ભૈયા કો સૈંયા બના લિયા!

ખરેખર સપનું તો નથી ને! સોનાના ભાવના બટાકા ખરીદવાની હરીફાઈ, ખરીદનારા 50 હજાર ચૂકવવા માટે પણ છે તૈયાર!

2 દિવસ અમદાવાદમાં હિટવેવની આગાહી

હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં હવે ગરમીનો પારો પણ વધી રહ્યો છે. આ દરમિયાન હવે હવામાન વિભાગે અમદાવાદમાં ગરમીને લઈ મોટી આગાહી કરી છે. જે મુજબ આવતીકાલથી 2 દિવસ અમદાવાદમાં હિટવેવની આગાહી છે. જેને લઈ હવે 15 અને 16 એપ્રિલે શહેરનું તાપમાન 41ને પાર પહોંચી નોંધાઈ શકે છે.


Share this Article
TAGGED: , ,