Gujarat News : સતત અને અતિભારે વરસાદને લીધે રાજ્યમાં ડેમ ઓવરફ્લો થયા છે. ત્યારે ગીર-સોમનાથનો કમલેશ્વર ડેમમાં પણ ધસમસતા પાણી આવ્યા હતા. 12 ગામોની જીવાદોરી સમાન ડેમ સંપૂર્ણ ભરાતા ડેમની રમણીય તસ્વીરો સામે આવી છે. જુલાઈ માસમાં જ ડેમ 100 ટકા ભરાઈ જતા ગીર-સોમનાથ જિલ્લાના આસપાસના ગામોને પાણીની રાહત મળી ગઈ છે.
ડેમ ઓવરફ્લો થઈને વહી રહ્યો હોવાથી નયનરમ્ય નજારો જોવા મળ્યો હતો. મહત્વનું છે કે, ગીર જંગલ મધ્યમાં આવેલા કમલેશ્વર ડેમમાંથી વન્યજીવો માટે પાણી રીઝર્વમાં રાખવામાં આવે છે. ગીર મધ્યે સિંહ, દીપડા, મગરો માટે મીઠા પાણીનું સૌથી મોટુ રહેઠાણ કમલેશ્વર ડેમ છે.
તો બીજી તરફ, ગઢડા તાલુકાના કેરાળા ગામ પાસે આવેલો સહસ્ત્રધરા ધોધ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે, ચોમાસા દરમિયાન ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે પાણીનો ધોધ પડતો જોવા મળ્યો હતો. રજાના દિવસોમાં ડેમનો નજારો જોવા મોટી સખ્યામાં લોકો પોતાના પરિવાર સાથે અહી આવતા હોય છે.
કેરાળા ગામે આવેલ સહસ્ત્રધરા ધોધનો રમણીય નજારો કંઇક અલગ જ છે. ખાસ કરીને ચોમાસામાં લોકોનાં આકર્ષણનું કેન્દ્ર બની જાય છે. અહીંયા સહસ્ત્રધરા ખોડીયાર માતાનું મંદિર આવેલું છે, જેના નામથી આ ધોધ ઓળખાય છે.
ટાટા ગ્રૂપમાં અહીં રોકાણ કર્યું હોય તો સમજો કરોડપતિ થઈ ગયાં, આવ્યા સારા સમાચાર, 1 લાખને બદલે તમને 7 કરોડ મળશે
એક એવું મંદિર કે જ્યાં પ્રસાદમાં અપાય છે ગાંજો, કારણ જાણીને પહેલી વખતમાં તો માનવામાં નહીં આવે
સીમા સચિન લવ સ્ટોરીઃ પાકિસ્તાની મહિલાઓ સીમા હૈદર વિશે શું વિચારે છે, વીડિયો વાયરલ થતાં ચારેકોર હાહાકાર
દાહોદ જિલ્લામાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી ધોધ સક્રિય બન્યા છે. ઝાલોદના ગરાડુ ગામે આવેલા મહાદેવના મંદિર પાસે આકર્ષક ધોધ સક્રિય થતા પ્રવાસીઓનો ધસારો વધ્યો છે, છેલ્લા કેટલાક દિવસોથી સતત અતિભારે વરસાદ વરસતા અહીંના ધોધમાં ધોધમાર પાણી આવ્યા છે.