હાલમાં રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં ધીમે-ધીમે વધારો નોંધાઈ રહ્યો છે. રાત્રે તથા વહેલી સવારે ભલે ઠંડીનો હળવો અનુભવ થઈ રહ્યો હોય પરંતુ બપોરના સમયે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે ગરમીના પ્રકોપ અંગે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. આગાહીમાં કહેવામાં આવ્યું છે કે આવતીકાલે પણ વાદળછાયું વાતાવરણ રહેશે. 12, 13 ફેબ્રુઆરીએ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. રાત્રે ઠંડી, સવારે માવઠા જેવો માહોલ અને બપોરે ગરમી લાગશે. આ દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને હવે ફેબ્રુઆરીના અંત સુધીમાં મહત્તમ તાપમાન 40ની નજીક પહોંચવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આ દરમિયાન અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આગામી બે દિવસ પણ વાદળછાયું વાતાવરણ રહેશે. આ સાથે જ તેમણે ગરમી અંગે પણ મોટી આગાહી કરી છે. કહ્યું છે કે, 19 ફેબ્રુઆરીથી ગરમીનો પ્રકોપ જણાશે. ફેબ્રુઆરીના અંત સુધીમાં તાપમાન 40 ડિગ્રી થઈ જશે. માર્ચમાં ગરમીનો પારો 40 ડિગ્રી પર પહોંચી જશે એવું પણ કહેવામાં આવ્યું છે. અંબાલાલ પટેલના અનુમાન પ્રમાણે રાજ્યમાં ધીમે-ધીમે ગરમી વધતી જશે અને પીક પર પહોંચશે. જો કે વાતાવરણ પલટાના સમાચારથી ખેડૂતોની ચિંતામાં બેફામ વધારો થયો છે. માવઠા જેવા માહોલથી ખેડૂતોને પાક નુકસાનની ભીતિ છે.
VIDEO: તુર્કીમાં ભૂકંપના 94 કલાક બાદ એક યુવકને કાટમાળમાંથી બહાર કાઢ્યો, પેશાબ પીને જીવતો થયો
છેલ્લા 24 કલાકની વાત કતરીએ તો ઠંડીનો ચમકારો વધી શકે તેમ છે. રાજ્યમાં 2થી 3 ડિગ્રી સુધી પારો ગગડે એવી પણ આગાહી છે. ચાલુ વર્ષે શિયાળામાં કડકડતી ઠંડી પડી છે અને તાપમાનમાં સતત ઉતાર-ચડાવ જોવા મળી રહ્યા છે. જોકે, ઠંડી ઘટતા બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થાય છે. જ્યારે હજુ તો ઉનાળો શરૂ પણ થયો નથી અને મહત્તમ તાપમાન 36 ડીગ્રીએ પહોંચી ગયું છે. ત્યારે આગામી સમયમાં જોવાનું રહ્યું કે અંબાલાલની આગાહી કેટલી સાચી પડે છે.