Gujarat Weather Forecast: હવામાન વિભાગ દ્વારા 24 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં આજે પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આજે રાજ્યમાં ક્યાંક વરસાદ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું નથી, પરંતુ વરસાદનું જોર જોવા મળી શકે છે. આ સિવાય અમદાવાદ સહિતના ભાગો માટે યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે આજે પણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે.
બે જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. આ સિવાય ઉત્તર ગુજરાતને પણ મેઘરાજા આજે ધમરોળી શકે છે. હવામાન વિભાગે આજના દિવસ પછી ગુજરાતમાં વરસાદના જોરમાં મોટો ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરી છે, પૂર્વ-પશ્ચિમ ટ્રોફ ગુજરાત પરથી પસાર થઈ ગયા બાદ વરસાદના જોરમાં ઘટાડો થશે, પરંતુ આગમી સમયમાં વધુ એક વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે.
હવામાન વિભાગ દ્વારા આજના દિવસ માટે જિલ્લા આધારીત આગાહી કરવામાં આવી છે, તેમાં સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા અને પોરબંદર તથા ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા માટે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, જુનાગઢ અને ગીર સોમનાથ, નવસારી, વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દીવ, દમણ, દાદરા અને નગર હવેલી માટે પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
સીમા પ્રેમની આડમાં સચિનનો ઉપયોગ કરી રહી છે, દાવા પર અનેક સવાલો ઉઠતાં હાહાકાર, એજન્સીઓ પણ એલર્ટ પર
ઓગસ્ટ મહિનામાં તહેવારોની લાઈન લાગવાની છે, અડધો મહિનો બેન્કોમાં રજા જ રહેશે, ફટાફટ લિસ્ટ ચેક કરી લો
બંગાળની ખાડીમાં બનેલું લો-પ્રેશર દેશમાં પ્રવેશ્યા બાદ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, અને આ વરસાદ આપતી સિસ્ટમ ગુજરાત પર ત્રાટકશે ત્યારે ફરી એકવાર ધમાકેદાર વરસાદ થવાની સંભવાનાઓ જણાવામાં આવી રહી છે. હવામાન વિભાગે રવિવારે કરેલી આગાહીમાં રાજ્યમાં 24મી જુલાઈએ ભારે વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી હતી, અને તે પછી વરસાદમાં મોટો ઘટાડો થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જે પછી ત્રણ દિવસ માટે ગુજરાતમાં ભારે વરસાદની કોઈ વોર્નિંગ આપવામાં આવી નથી.